તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શ્રી નાથજીથી ધ્વજાજીનું આગમન વૈષ્ણવો દ્વારા મનોરથની ઉજવણી

શ્રી નાથજીથી ધ્વજાજીનું આગમન વૈષ્ણવો દ્વારા મનોરથની ઉજવણી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્રીનાથજીની ધ્વજાજીનું ગૌસ્વામી મથુરેશ્વર મહારાજની અધ્યક્ષતામાં રાજકોટ ખાતે મંગળવારે આગમન થયું હતું. હાલ ધ્વજાજીની પધરામણી ભક્તિનગર સોસાયટી શેરી નં.1, ચિત્રકૂટ ચંપાબહેન દેવજીભાઇ સાગરને ત્યાં કરવામાં આવી છે.જ્યાં બુધવારે કેસરી ઘટાના મનોરથની ઉજવણી કરવામાં આવી હતી તો ગુરુવારે છાક મનોરથર ઉજવાયો હતો. ધ્વજાજીના આગમનથી વૈષ્ણવોમાં હરખની હેલી ચડી છે.

ઉજવણી સંદર્ભે જતીનભાઇ સોનીએ વધુમાં જણાવ્યું હતું કે મહાવદ -10 શુક્રવાર 4 માર્ચના ફૂલફાગ મનોરથ ઉજવાશે. વૈષ્ણવો શ્રીનાથનજીની ધ્વજાજીને સાક્ષાત શ્રીજી બાવા સ્વરૂપ ગણે છે. એટલું નહીં જે પ્રકારે શ્રીનાથનજીની પૂજા, અર્ચના થાય છે એજ પ્રકારે ધ્વજાજીની પૂજા,અર્ચના કરવામાં આવે છે. મંગળા આરતી, શ્રૃંગાર, રાજભોગ, ઉત્થાપન, સંધ્યા આરતી, શયન વગેરે વિધિ કરાય છે. ધ્વજાજી સાથે નાથ દ્વારાથી મુખ્યાજી ઉપરાંત 30 વૈષ્ણવોના પણ આવ્યા છે. 5 થી 7, માર્ચ દરમિયાન ધ્વજાજીની રાજકોટના વિવિધ વૈષ્ણવોદના ઘેર પધરામણી કરવામાં આવશે અને 8 માર્ચ મંગળવારે અમદાવાદ જવા રવાના થશે. દરમિયાન મંગળવારથી ગુરુવાર સુધી શ્રીનાથજીની ધ્વજાજીનું ભાવભેર ભાવિકોએ ગુણગાન ગાયા હતા.

અન્ય સમાચારો પણ છે...