તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મહિલા સંચાલિત વરલીના અડ્ડા પર દરોડો,19 જબ્બે

મહિલા સંચાલિત વરલીના અડ્ડા પર દરોડો,19 જબ્બે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અટિકામાંઢેબર કોલાની ક્વાર્ટર નંબર 195માં વરલી મટકાનો અડ્ડો ચાલતો હોવાની એસઓજીના પીઆઇ ડી.વી.બસિયાને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડીને જુગાર રમાડી રહેલા ધીરેન પોપટલાલ રાણપરા ઉપરાંત વરલીના આંકડા લખાવવા આવેલા વિપુલ વસંતભાઇ સંચાણિયા, ઋષિ મુળજીભાઇ આંબલિયા, દીપક મોહનભાઇ જાદવ, નરેન્દ્ર છોટાલાલ ઝરિયા, શૈલેષ રત્નાભાઇ શિંગાળા, ધવલ દિનેશભાઇ સોજીત્રા, સુનિલ બાલુભાઇ, જલા અમૃતભાઇ ધાનક, અનિલ ગણેશપ્રસાદ શાહુ, શાંતિલાલ છગનભાઇ રાઠોડ, મનસુખ પરસોત્તમભાઇ રંગાણી, પ્રવીણ જાદવભાઇ સેંજલિયા, નરેન્દ્ર દેવજીભાઇ મોટવાણી, નંદાલાલ જમનાદાસ ખોલિયા, ચાંપરાજ ઉર્ફે ભાણ લખુભાઇ વાળા, પ્રફૂલ રતિલાલ ધાનક અને વાસુ રતનદાસ દૂધરેજિયાની ધરપકડ કરી હતી. સ્થળ પરથી રોકડા રૂ. 24,400 અને એક મોબાઇલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપીની પૂછપરછમાં જુગારનો અડ્ડો રહેમત ગુલમહમદ મિયાણા નામની મહિલા ચલાવે છે અને ધીરેન રાણપરા સંચાલન કરે છે તેવી માહિતી ખૂલતા રહેમતની શોધખોળ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...