તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • એસ.ટી તંત્રની ઝુંબેશમાં વધુ 59 વાહનો ડિટેન કરાયા

એસ.ટી તંત્રની ઝુંબેશમાં વધુ 59 વાહનો ડિટેન કરાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર.રાજકોટ

એસ.ટી.નિગમનાડિરેક્ટર ઓફ વિજિલન્સ વિપુલ વિજોયના આદેશ અનુસાર એસ.ટી. બસ સ્ટેન્ડ,પિકઅપ સ્ટેન્ડ ઉપરાંત આજી ડેમ ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી, માધાપર ચોકડી, ગોંડલ રોડ ચોકડી, યુનિવર્સિટી રોડ સહિતના સ્થળોએ એસ.ટી. આર.ટી.ઓ. પોલીસ દ્વારા મુસાફરોનું ગેરકાયદે પરિવહન કરતા ,કેરેજ પમીટનો ભંગ કરતા 59 વાહનો ડિટેન કરાયા હતા. જેમાં 3 વોલ્વો, 17 લકઝરી બસ, 32 મિનિ બસ તેમજ 7 ક્રૂઝર મળી કુલ 59 વહન ડિટેન કરાયા હતા, જ્યારે અન્ય 66ને મેમા આપી 64000નો દંડ વસૂલ કરાયો હતો. વિભાગીય નિયામક ડી.અેમ.જેઠવાના જણાવ્યા મુજબ બે દિવસમાં 161 વાહન ડિટેઇન કરવામાં આવ્યા છે. આરટીઓ તંત્ર દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ગેરકાયદે પરિવહન કરતાં વાહનોને દંડ ફટકાર્યો હતો.

66ને મેમા આપી 64000નો દંડ વસૂલ કરાયો

અન્ય સમાચારો પણ છે...