તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દાવો પાછો ખેંચવાના 23 લાખ માગી કરાર કર્યા પછી વિશ્વાસઘાત કર્યો

દાવો પાછો ખેંચવાના 23 લાખ માગી કરાર કર્યા પછી વિશ્વાસઘાત કર્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલુકાનાબેડી ગામમાં રહેતા બઘીબેન લાખાભાઇ રાઠોડે રાજકોટ રહેતા હંસાબેન ધનાભાઇ અને ચંદુ કાનાભાઇ સામે કરાર પાલનનો ભંગ કરીને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી હતી. બઘીબેન, ડાહીબેન, ગોવિંદભાઇ અને સોમાભાઇની બેડી સરવે નંબર 447 પૈકી 23ની 3 એકર 1, ગુંઠા જમીનનો દસ્તાવેજ આરોપી હંસાબેનના નામે થયો હતો, સામે બઘીબેને કોર્ટમાં દાવો કર્યો હતો.

આરોપીઓએ ઉપરોક્ત દાવો પાછો ખેંચી લેશો તો રૂ.23 લાખ લઇને જમીનનો કબજો પરત આપી દેશું તેવી શરત મૂકી હતી. શરત મુજબ બન્ને પક્ષે ડિસેમ્બર 2015માં મોચીબજાર કોર્ટ કંપાઉન્ડમાં ઉપરોક્ત શરત મુજબના સમજૂતી કરાર કર્યા હતા. કરાર મુજબ કરાર કર્યાના 60 દિવસની અંદર રૂ.15 લાખ અને બાકીના રૂ.8 લાખ પછીના 30 દિવસની અંદર ચૂકવી આપવાના હતા.

કરાર મુજબ શાહેદ આરોપીઓને નાણાં દેવા ગયા હતા, પરંતુ આરોપીઓએ પૈસા સ્વીકારી કરાર પાલનનો ભંગ કરી વિશ્વાસઘાત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...