તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જ્યુબિલી શાકમાર્કેટના સ્થળે બનશે પાંચ માળની મલ્ટિપર્પઝ માર્કેટ

જ્યુબિલી શાકમાર્કેટના સ્થળે બનશે પાંચ માળની મલ્ટિપર્પઝ માર્કેટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિઝાઇનિંગ, બાંધકામ સુપરવિઝન સહિતના કામ માટે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાશે નિર્ણય

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર. રાજકોટ

રાજકોટમાંઆઝાદી પૂર્વેની જ્યુબિલી શાકમાર્કેટને આધુનિક સ્વરૂપ આપવાનો મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ ઘડાઇ રહ્યો છે. હયાત શાકમાર્કેટનું બાંધકામ તોડીને સ્થળે પાંચ માળની મલ્ટિ પર્પઝ માર્કેટ બનાવવાનો વિચાર વ્યક્ત કરી પ્રોજેક્ટ માટે ડિઝાઇન તૈયાર કરાવવા, બાંધકામનું સુપરવિઝન સોંપવા, પ્લાનિંગ અને ટેન્ડરનું કામ સોંપવા સહિતની કામગીરી માટે અમદાવાદની એક એજન્સીને જવાબદારી સોંપવાની દરખાસ્ત શુક્રવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં રજૂ થઇ છે.

હાલ જ્યુબિલી શાકમાર્કેટ માત્ર કહેવા પૂરતી બની રહી છે. જ્યુબિલી શાકમાર્કેટની બાજુનમાં હોકર્સ ઝોન બનાવવામા આવ્યું છે, પરંતુ ત્યાં પણ પૂરતા પ્રમાણમાં સમાવેશ કરી શકાય તેમ નથી. પરિણામે તેનાથી અનેકગણા બકાલીઓ રોડ પર ધંધો કરે છે અને તેનાથી ટ્રાફિક સમસ્યા વધુ વકરવા લાગી છે.

પ્રશ્નનો કાયમી નિવેડો લાવવાની સાથે પાર્કિંગની સમસ્યાનો પણ ઉકેલ આવે એવો મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. હયાત શાકમાર્કેટનું બાંધકામ તોડીને સ્થળે મલ્ટિ પર્પઝ માર્કેટ બનાવવામાં આવશે. હાલ જે પ્રાથિમક વિચારણા કરવામાં આવી છે મુજબ પાંચ માળની બિલ્ડિંગ બનશે. જેમાં ફ્રૂટના વેપારીઓનો પણ સમાવેશ કરીને પરાબજાર તરફ ઊભી રહેતી ફ્રૂટની રેંકડીઓના કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યાનો પણ નિવેડો આવી જશે.

પ્રોજેક્ટ માટે બિલ્ડિંગની ડિઝાઇન, પ્લાનિંગ, ટેન્ડરિંગ, બાંધકામનું સુપરવિઝન રાખવા સહિતના કામ માટે અમદાવાદની ઓક્ટોર્સ નામની એજન્સીને કોન્ટ્રાક્ટ આપવાની ભલામણ સાથેની દરખાસ્ત શુક્રવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં રજૂ થઇ છે.

શહેરના મધ્યમાં આવેલી જ્યુબિલી શાકમાર્કેટની હાલની સ્થિતિ ટૂંકાગાળા બાદ ભૂતકાળ બની જશે.

મુજબ થયું છે પ્રાથમિક આયોજન

{પ્રોજેક્ટમાં પ્રથમ બે માળ પાર્કિંગ માટે રાખવામાં આવશે.

{ ત્રીજા માળે શાકમાર્કેટ રહેશે

{ ચોથા માળે ફ્રૂટના વેપારીઓને થડા ફાળવવામાં આવશે

{ પાંચમા માળે કોમર્શિયલ ધોરણે ઓફિસ બનાવીને વેચાણ કરાશે

અન્ય સમાચારો પણ છે...