તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ‘હાઇફાઇ લાઇફસ્ટાઇલ’ના લોભે તરુણને મોબાઇલ ચોર બનાવ્યો

‘હાઇફાઇ લાઇફસ્ટાઇલ’ના લોભે તરુણને મોબાઇલ ચોર બનાવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરથી રાજકોટ બાઇકમાં આવી ચોરી કરતા હતા

રાજકોટમાંમોબાઇલના શોરૂમ અને દુકાનમાંથી માત્ર આઇફોનની ચોરી કરતા પોરબંદરના શખ્સને પોલીસે ઝડપી લીધો ત્યારે બાળકના કરતૂતો પણ બહાર આવ્યા હતા.

રાજકોટના સરદારનગર તેમજ અન્ય વિસ્તારોમાં ગત 20મીના એક શખ્સ ગ્રાહકના સ્વાંગમાં જતો હતો અને આઇફોન લેવાનું કહી આઇફોન ચેક કરવા પોતાના હાથમાં લેતો હતો. અગાઉથી પાન ખાઇને શોરૂમમાં જતો શખ્સ પાનની પિચકારી મારવાના બહાને શોરૂમની બહાર નીકળી આઇફોન લઇ જતો હતો. શખ્સે એક દિવસમાં ચાર આઇફોનની ચોરી કરી હતી. ઘટનાને ગંભીરતાથી લઇ સાયબર સેલના પીઆઇ અેન.એન.ઝાલા અને પીએસઆઇ એ.આર.ગોહિલ સહિતના સ્ટાફે તપાસ શરૂ કર્યો હતો અને મોબાઇલ લોકેશનના આધારે મોબાઇલ તફડાવનાર શખ્સ પોરબંદરના મારુતિનગરમાં રહેતો મયૂર હરદા ઓડેદરા હોવાનું ખૂલતા પોલીસે તેને દબોચી લીધો હતો.

પોલીસે મયૂર પાસેથી પાંચ આઇફોન કબજે કર્યા હતા. મયૂરે રાજકોટમાંથી ચાર અને જામનગરમાંથી એક મોબાઇલ તફડાવ્યો હતો. પોલીસે કબજે કરેલા મોબાઇલ અને મયલાના મોબાઇલમાં તપાસ કરતા થોકબંધ અશ્લીલ ક્લિપિંગ મળી આવી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મયૂર ઓડેદરા રાજકોટમાં વૈભવી કારના શોરૂમમાં અાઇફોન સાથે જતો હતો અને પોતે ધનવાન પરિવારનો હોઇ તેવી ઇમેજ ઊભી કરી કાર ખરીદવાની વાત કરી મર્સિડિઝ અને ઓડી કાર સાથે સેલ્ફી લઇ તે ફોટા વાયરલ કરતો હતો. મોબાઇલ ચોરીમાં મયૂરની સાથે પોરબંદરનો તેનો મિત્ર અક્રમ પણ સંડોવાયેલો હતો. કિંમતી બાઇક ખરીદવા માટે મોબાઇલ ચોરી શરૂ કર્યાની મયૂરે પોલીસ સમક્ષ કેફિયત આપી હતી.

મોબાઇલમાંથી થોકબંધ અશ્લીલ ક્લિપિંગ મળ્યા

અન્ય સમાચારો પણ છે...