• Gujarati News
  • National
  • રાજકોટ ડેરીએ ફરી દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.20નો ‌વધારો કર્યો

રાજકોટ ડેરીએ ફરી દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.20નો ‌વધારો કર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

રાજકોટજિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સહકારી સંઘ લિ. દ્વારા દૂધના વર્તમાન ભાવમાં પ્રતિ કિલો ફેટ રૂ.20નો વધારો કરવામાં આવ્યો છે. દૂધ ઉત્પાદક સહકારી સંઘ લિ.ના અધ્યક્ષ ગોવિંદભાઇ રાણપરિયાએ જણાવ્યું હતું કે, હાલની અછતની સ્થિતિમાં દૂધ ઉત્પાદકોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે 21 સપ્ટેમ્બરથી દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.20નો વધારો કરવામાં આ‌વ્યો છે અને હવે દૂધનો ખરીદભાવ પ્રતિ કિલો ફેટે રૂ.640 ચૂકવવાનો નિર્ણય સંઘના નિયામક મંડળે કર્યો છે. રાજકોટ જિલ્લા દૂધ સહકારી સંઘ લિ.માં હાલ દૈનિક 282000 લિટર દૂધની આવક છે. રાજકોટ શહેર અને તાલુકા મથકોમાં દૂધ સંઘ મારફત દૈનિક 3.30 લાખ લિટર દૂધનું કુલ વેચાણ કરવામાં આવે છે.

ભાવવધારો 21 સપ્ટેમ્બરથી અમલી કરવાની જાહેરાત

અન્ય સમાચારો પણ છે...