તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હરિદ્વારની ટ્રેન ડિસેમ્બરથી 24 કોચની,11 કોચ વધશે

હરિદ્વારની ટ્રેન ડિસેમ્બરથી 24 કોચની,11 કોચ વધશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકા યુનિયનની બેઠકમાં હાજરી

ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર|રાજકોટ

સૌરાષ્ટ્રમાટે મહત્ત્વની અને બારેમાસ હેવી ટ્રાફિક ધરાવતી હરિદ્વાર માટેની ટ્રેન ઉત્તરાંચલ એક્સપ્રેસ (ઓખા- દહેરાદુન) ડિસેમ્બરથી 24 કોચની થઇ જશે. હાલ ટ્રેન 13 કોચની છે. તેમાં 11 કોચનો વધારો કરાશે તેવી ખાતરી વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર જી.સી. અગ્રવાલે રેલવે સલાહકાર સમિતિની બેઠકમાં ઉપસ્થિત સદસ્યોને આપી હતી.

બેઠકમાં 12 પૈકી 8 સદસ્ય ઉપસ્થિત રહ્યા હતા જેમાં રેલવે પોલીસ દ્વારા ચેકિંગના બહાને યાત્રિકોને વારંવાર રોકી બેગ બિસ્તરા ખોલાવી, કપડાં, સામાન વિંખી-ચૂંથી હેરાન કરાતા હોઇ જંકશન પર સ્કેનર મશીન મૂકવા, પ્લેટ ફોર્મ નં.3 પર બંધ પડેલા કોચ ઇન્ડિકેટર ચાલુ કરવા, એક્સલેટરનું કામ ધીમી ગતીએ ચાલતું હોય ઝડપથી પૂર્ણ કરાવવા, રેલવે બ્રિજનું કામ શરૂ કરવા, પોરબંદર-દિલ્હી ટ્રેનને હરિદ્વાર સુધી લંબાવવા સહિતની માગણી કરવામાં આવી હતી.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની એક્સપોર્ટ કમિટીના ચેરમેન તથા રેલવે સલાહકાર સમિતિના સદસ્ય દ્વારા વારંવાર ઉત્તરાંચલ એક્સપ્રેસમાં કોચ વધારવા માગણી કરાતી હતી. વખતની બેઠકમાં પણ તેમણે પોતાની માગણી દોહરાવતા જી.એમ. અગ્રવાલે ડિસેમ્બરથી ટ્રેન 24 કોચની કરી આપવા ખાતરી આપી હતી. રેલવે બ્રિજનું કામ રેલવે તંત્રના નિયમ મુજબ ચોમાસાને કારણે બંધ કરાયું હતું. આગામી સમયમાં કામ શરૂ કરી દેવાશે. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયનની દ્વારકા ખાતે શનિવારે સાંજે યોજાયેલી બેઠકમાં જી.અેમ.ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે શનિવારે સવારે સિનિયર ડી.સી.એમ. કચેરી સામે વૃક્ષારોપણ કર્યું હતું.

જી.એમે. રેલવે ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કર્યું

અન્ય સમાચારો પણ છે...