• Gujarati News
  • National
  • સેલ્ફ ફાઈનાન્સ કોલેજો માટે ગ્રાન્ટેડ કોલેજોની ભરતીને બ્રેક

સેલ્ફ ફાઈનાન્સ કોલેજો માટે ગ્રાન્ટેડ કોલેજોની ભરતીને બ્રેક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરતી થાય તો સેલ્ફ ફાઈનાન્સમાં સ્ટાફની અછત સર્જાઇ

રાજ્યસરકાર દ્વારા એકતરફ ગતિશીલ ગુજરાત હેઠળ બેરોજગારોને નોકરી માટે મોટાપાયે ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી રહી છે ત્યારે બીજીબાજુ રાજ્યના ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા સેલ્ફ ફાયનાન્સ કોલેજોને તાળાં મારવા પડે તે માટે યેનકેન પ્રકારે ક્વેરી કાઢી ગ્રાન્ટેડ કોલેજોની ભરતીની પ્રક્રિયા પાછળ ઠેલવવામાં આવી રહ્યાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. જેના પરિણામે રાજ્યની મોટાભાગની લો અને બી.એડ.ની ગ્રાન્ટેડ કોલેજો એકથી બે અધ્યાપકોની મદદથી ચલાવવામાં આવતી હોવાની વિગતો જાણવા મળે છે. આટલું ઓછું હોય તેમ રાજ્યની 356 ગ્રાન્ટેડ કોલેજોમાંથી મોટાભાગની કોલેજોમાં પીટીઆઇ હોવાની વિગતો જાણવા મળે છે.

ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા વર્ષ-2014માં અનુદાનિત લો કોલેજોમાં ભરતી માટે રાજ્યની વિવિધ કોલેજોના સંચાલકો પાસે ટિચિંગ સ્ટાફની ખાલી જગ્યા અને જરૂરી સ્ટાફની વિગતો મગાવવામાં આવ્યા બાદ 44 અધ્યાપકોની ભરતી માટે એનઓસી આપવામાં આવ્યા હતા. ત્યારબાદ અઢી વર્ષ સુધી અનુદાનિત લો કોલેજોની ભરતીની ફાઇલ અભેરાઇ પર ચડાવી દેવામાં આવી હતી અને તેમાં ભરતીની કાર્યવાહી અટકાવી દેવાયા બાદ ગત જૂનમાંં ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીએ શિક્ષણ ‌વિભાગ સમક્ષ 44 અધ્યાપકોની ભરતી માટે મંજૂરી માંગી હતી અને શિક્ષણ વિભાગ દ્વારા 11 ઓગસ્ટના રોજ 44 અધ્યાપકોની ભરતીની મંજૂરી આપવામાં આવ્યા બાદ ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા સવા માસ સુધી તેમાં કોઇ કાર્યવાહી કરવામાં આવી હતી અને હવે તેમાં યુજીસીના નવા નિયમો મુજબ ભરતી કરવાની થતી હોય ફરી શિક્ષણ વિભાગની મંજૂરીની પ્રક્રિયા કરવી પડશે તેવી કવેરી કાઢવામાં આવી છે. તો મંજૂરીના સવા માસ સુધી ફાઇલ કયા હતી તે તપાસનો વિષય હોવાનું કહેવાય છે.

સેલ્ફ ફાયનાન્સ લો કોલેજોમાં ફરજ બજાવતા અધ્યાપકો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે જો ગ્રાન્ટેડ લો કોલેજોમાં ભરતીની પ્રક્રિયા કરવામાં આવે તો લાયકાત ધરાવતા સ્ટાફના અભાવે સેલ્ફ ફાયનાન્સ લો કોલેજોને તાળાં મારી દેવા પડે તેવી સ્થિતિ સર્જાઇ તેમ છે તેથી ભરતીની પ્રક્રિયા કરવામાં આવી રહી નથી. પરિસ્થિતિ ગ્રાન્ટેડ કોલેજોમાં પીટીઆઇની ભરતીમાં પણ જોવા મળે છે. જો સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં પીટીઆઇની ભરતી કરવામાં આવે તો સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં લાયકાત ધરાવતા પીટીઆઇની તંગી સર્જાઇ અને મોટાભાગની કોલેજોમાં પીટીઆઇ હોય તો નિયમ મુજબ તેને તાળાં મારવા પડે તેવી સ્થિતિ સર્જાય તેમ છે.રાજ્યની 37 જેટલી બી.એડ.કોલેજોમાં પણ ટિચિંગ સ્ટાફની મોટાભાગની જગ્યાઓ ખાલી હોવા છતાં અગમ્ય કારણોસર લાંબા સમયથી ભરતી પ્રક્રિયા કરાતી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. મુદ્દે ઉચ્ચ શિક્ષણ કમિશનરનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓએ મોબાઇલ ઉપાડવાનું ટાળ્યું હતું.

યુજીસીના નવા પરિપત્રથી લોની ભરતી મોડી થઇ અને બી.એડ.માં સપ્ટેમ્બરમાં સરવે

ઉચ્ચશિક્ષણ કમિશનર કચેરીના જોઇન્ટ ડાયરેક્ટર ડી.એમ. સોલંકીએ કબૂલાત કરતા જણાવ્યું હતું કે, અનુદાનિત લો કોલેજોમાં ભરતીની પ્રક્રિયા માટે મોડું થયું છે તે હકીકત છે પરંતુ હવે તેના માટે પ્રયાસ ચાલુ છે. શિક્ષણ વિભાગે મંજૂરી આપી દીધા બાદ યુજીસીના એક પરિપત્ર ધ્યાનમાં આવતા ફરી શિક્ષણ વિભાગની મંજૂરી માગવામાં આવી છે જ્યારે બી.એડ. કોલેજોમાં કેટલી જગ્યાઓ ભરવાની જરૂર છે તેનો સર્વે સપ્ટેમ્બરમાં કરાશે. પીટીઆઇની ભરતી માટે પણ ગ્રાન્ટેડ કોલેજોમાંથી માહિતી મંગાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

ઉચ્ચ શિક્ષણ કમિશનર દ્વારા ભરતી અટકાવવા ખેલ

અન્ય સમાચારો પણ છે...