તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • { રાજકોટ | કૌશલકિશોર ધૂન મંડળ દ્વરા 15 ઓગસ્ટના રાતે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

{ રાજકોટ | કૌશલકિશોર ધૂન મંડળ દ્વરા 15 ઓગસ્ટના રાતે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
{ રાજકોટ | કૌશલકિશોર ધૂન મંડળ દ્વરા 15 ઓગસ્ટના રાતે 9.30 કલાકે ધૂન, ભજન અને શિવ તાંડવ નૃત્યનો કાર્યક્રમ મહાકાલેશ્વર મહાદેવ મંદિર, ગોંડલ રોડ, માલવિયા ચોક ખાતે યોજાશે. છેલ્લા 40 થી 45 વર્ષથી દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે ધૂન, ભજનનું આયોજન કરાય છે.

{રાજકોટ | યજુર્વેદીશ્રીમાળી બ્રાહ્મણ સમાજ રાજકોટ દ્વારા 18મી ઓગસ્ટના જનોઇ બદલવાનો કાર્યક્રમ સવારે 8 થી 10 દરમિયાન સોની મહાજન વાડી નં-1, ખીજડાવાડી શેરી, કોઠારિયા નાકા ખાતે યોજાશે. જ્ઞાતિ ભોજન બપોરે 11.30 કલાકે યોજાશે.

{રાજકોટ | હાટકેશ્વરસંસ્થા દ્વારા 17મી ઓગસ્ટના શ્રાવણ સુદ-14 નક્ષત્ર મુજબ બળેવ પ્રસંગે યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ સવારે 10 કલાકે દરબારગઢ પાસે, હાટકેશ્વર મહાદેવ મંદિરે યોજાશે. પૂજાની સામગ્રી સંસ્થા તરફથી અપાશે

{રાજકોટ | સમસ્તશ્રીમાળી સોની પાટડિયા પરિવાર દ્વારા મોરબીમાં રફાળેશ્વરમાં બિરાજતા સુરાપુરાદાદા, તુલસીદાસદાદા, ગોકળદાસદાદાની શ્રાવણ સુદ તેરસની ઉજવણી થશે. સુરાપુરા દાદાની તેરસ ભરનાર વ્યક્તિએ જીજ્ઞેશ વાગડિયાનો સંપર્ક સાધવો.

{રાજકોટ | મહાત્માગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 15 ઓગસ્ટની પૂર્વે દેશ ભક્તિ ડાન્સ સ્પર્ધા યોજાઇ હતી. સંસ્થાના ટ્રસ્ટી મનસુખભાઇ જોષી, ડો.અલ્પનાબેન ત્રિવેદી, શાળાના અાચાર્યા, વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. નિર્ણાયક પદે મનીષભાઇ જાનીએ સેવા આપી હતી. વિજેતા બાળકોને ઇનામ અપાયા હતા.

{રાજકોટ | 150,ફૂટ રિંગ રોડ, પાણીના ટાંકા પાસે, રૈયાધાર, રાધેશ્યામ ગૌશાળામાં 15મી ઓગસ્ટના સાંજે 6 કલાકે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. નગરસેવક બાબુભાઇ રાષ્ટ્ર ધ્વજને લહેરાવશે. ઉપરાંત કૃષ્ણ જન્મોત્સવની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. દાન દેવા ઇચ્છુકોએ ગૌશાળાનો સંપર્ક કરવો.

{રાજકોટ | બ્રહ્મસેનાદ્વારા વતન તેરે લીયે સ્મૃતિ ચિહન અર્પણનો કાર્યક્રમ 15મી ઓગસ્ટથી 25મી ઓગસ્ટ સુધી યોજાશે. ગેટ ટુ ગેધરના માધ્યમ સંસ્થાઓ, અધિકારીઓ, સમાજ સેવકો, ધર્મ પુરુષો, સંતો, મહંતોને અર્પણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો