તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નકલી વ્યંડળે મહિલાની છેડતી કરતાં લોકો વિફર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નકલી વ્યંડળે મહિલાની છેડતી કરતાં લોકો વિફર્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોંડલ રોડ પર પરિન ફર્નિચર પાછળ બનેલી ઘટના

ક્રાઇમ રિપોર્ટર| રાજકોટ

શહેરનીભાગોળે ગોંડલ રોડ પર નકલી વ્યંડળ બની પૈસા ઉઘરાવવા ગયેલા શખ્સોએ પૈસા નહીં મળતા મહિલાઓની છેડતી કરી હતી. ઘટનાને પગલે ટોળે વળેલા લોકોએ બે શખ્સોની ધોલાઇ કરી તેમનું બાઇક સળગાવી નાખ્યું હતું.

આવકાર સિટીમાં રહેતા અસ્મિતાબેન જીતેન્દ્રભાઇ મકવાણા (ઉ.વ.28) અને પાડોશી મહિલાઓ શનિવારે બપોરે પોતાના ઘર નજીક હતા ત્યારે બે શખ્સો બાઇકમાં ધસી આવ્યા હતા. બે પૈકી એક અે સ્ત્રીના વસ્ત્રો પહેર્યા હતા. નકલી વ્યંડળ બનેલા શખ્સે મહિલાઓ પાસે પૈસાની માગ કરી હતી. નકલી વ્યંડળને પૈસા આપવાનો મહિલાઓએ ઇન્કાર કરતા બંને શખ્સોએ મહિલાઓની છેડતી શરૂ કરી હતી અને અસ્મિતાબેનનું કાંડું પકડી લઇ બીભત્સ માગ કરી હતી.

ઘટનાને પગલે વિસ્તારના લોકો એકઠા થઇ ગયા હતા અને બંનેને દબોચી લઇ ધોલાઇ શરૂ કરી હતી. મોકો મળતા નકલી વ્યંડળ નાસી ગયો હતો જ્યારે ગોંડલ રોડ પર શીતળાધાર પાસે રહેતા સંજય સામત વાળા (ઉ.વ.22)ને લોકોએ દબોચી લઇ તેનું બાઇક સળગાવી નાખ્યું હતું.

ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ દોડી ગઇ હતી. હુમલામાં ઘવાયેલા સંજય વાળાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે અસ્મિતાબેને સંજય વાળા અને નાસી છૂટેલા નકલી વ્યંડળ પરબત મનસુખ રાઠોડના ભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. સામાપક્ષે સંજય વાળાએ પણ જીતુ સહિત ચાર સામે વળતી ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો