તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વિદ્યાર્થીઓને તડકે શેકાતા જોઇ શિક્ષકે સ્કૂલ સંકુલમાં 125 વૃક્ષો વાવીને ઉછેર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાર્થીઓને તડકે શેકાતા જોઇ શિક્ષકે સ્કૂલ સંકુલમાં 125 વૃક્ષો વાવીને ઉછેર્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંતતિનિયમનના વર્તમાન જમાનામાં બે બાળકો બસનો નિયમ યોગ્ય છે, પરંતુ રાજકોટની ટી.વી. શેઠ હાઇસ્કૂલના નિવૃત્ત આચાર્ય અને વૃક્ષપ્રેમી હરિભાઇ વેગડા તો કહે છે કે, મારે 500થી વધુ સંતાનો છે અને તેમને મેં જીવનના 40 થી વધુ વર્ષો આપી ઉછેર્યા છે.

રાજકોટના રૈયારોડ પર સરસ્વતી પાર્કમાં રહેતા હરિભાઇ ગોરધનદાસ વેગડાએ પોતાના વૃક્ષપ્રેમની ઉછેરની દાસ્તાન જણાવતા કહ્યું હતું કે, 1975માં રાજકોટમાં સ્કૂલો ઓછી હતી ત્યારે શેઠ હાઇસ્કૂલ બે શિફ્ટમાં ચાલતી હતી અને બપોરે સ્કૂલે આવતા વિદ્યાર્થીઓ તડકે શેકાતા હોય અને ભારે હેરાન-પરેશાન થતા હોય તે જોઇ મારું હૃદય બળતું હતું અને તેથી મેં સ્કૂલમાં વૃક્ષોની કતાર ખડકી દેવાનો નિશ્ચય કર્યો, પરંતુ નિર્ણય અમલમાં મૂકયો ત્યારે ખ્યાલ આવ્યો કે પરિણામ લાવવું સહેલું નથી. પ્રથમ વર્ષે 50 વૃક્ષો વાવ્યા, પરંતુ તે ઉગ્યા, સતત બીજા વર્ષે 50 વૃક્ષો વાવ્યા, પરંતુ તેમાં પણ નિષ્ફળતા હાથ લાગી, એકવાર તો મનમાં થયું કે શક્ય નથી, પરંતુ માહ્યલો જીવ બાળકોની વેદના વિશે વિચારીને માન્યો અને વિચાર્યું કે પરિશ્રમ અને પુરુષાર્થથી સફળતા મળે છે ત્યાં એક વૃક્ષ ઉગ્યું અને ભીતરમાં આત્મા વિશ્વાસ ઊભો થયો અને પછી તો એક પછી એક વૃક્ષો ઉછેરતા ગયા અને થોડા વર્ષમાં આખી સ્કૂલમાં 125થી વધુ વૃક્ષોનું મિનિ જંગલ ઊભું કરી દીધું. ત્યારબાદ હરિભાઇ વેગડા નિવૃત્ત થયા ત્યારે સાથી શિક્ષક મિત્રોએ તેમના દ્વારા ઊભા કરાયેલા નંદનવનને વેગડા વાટિકાનું નામ અપાયું છે.

વિદ્યાર્થીઓ વૃક્ષના છાંયે બેસીને ભોજન-નાસ્તો કરે છે.

હરિભાઇના વેગડા વાટિકામાં મહુડો, સવન સહિતના વૃક્ષો વાવેલા છે

વેગડાવાટિકામાં ચંદનનું વૃક્ષ, ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય એવા કદંબના વૃક્ષો, કવિ કાલિદાસે રઘુુફળમાં જેનો ઉલ્લેખ કર્યો છે તે શિરિષનું ઝાડ,મહુડો, સવનનું ઝાડ, પારસપીપળો, પેલ્ટોફોરમ, રેઇન ટ્રી, કાશીદ, લીમડો, સુબાબુલ, આસોપાલવ, પ્રણવડ, બિલી સહિત 125થી વધુ વૃક્ષો હજુ પણ ઊભા છે.

દાદાનેવૃક્ષો વાવતા જોઇ તેમાંથી વૃક્ષ ઉછેરવાની પ્રેરણા મળી

હરિભાઇકહે છે, મારી ઉંમર પાંચથી વર્ષની હતી ત્યારે દાદાની સાથે ગામના પાદરમાં જતો હતો અને દાદાને વૃક્ષો વાવતા અને ઉછેરતા જોઇ મારા બાળમાનસ પટમાં વૃક્ષો પ્રત્યેના પ્રેમનું આરોપણ થયું અને મારી માતા સંવેદનશીલ હતી તેથી વૃક્ષ પ્રેમ સાથે સંવેદનશીલતાનો સંગમ થયો.

1975થી વૃક્ષારોપણ કરનારા હરિભાઇ વેગડા અનેક વૃક્ષપ્રેમીઓ માટે મિશાલ બન્યા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો