તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ડાયાબિટીસના બાળ દર્દીઓની સંભાળ લેતું જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાયાબિટીસના બાળ દર્દીઓની સંભાળ લેતું જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

માતા-પિતાનીઆંખોમાં આંસુ આવે છે રોજ રોજ, જ્યારે જ્યારે આપે છે પોતાના વ્હાલસોયાને ઇન્સ્યૂલિન, પણ પી જાય છે આંસુઓને...વાત છે સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઇ રહેલા ડાયાબિટીસ રોગની. સામાન્ય રીતે એવી માન્યતા છે કે રોગ પુખ્ત કે મોટી ઉમરના વ્યક્તિઓને થાય છે પરંતુ રોગ નાના બાળકોને પણ થઇ શકે છે. બાળકના સ્વાદપિંડુ(પેનક્રિયાસ)માં ઇન્સ્યૂલિન પેદા કરતાં કોષો સંપૂર્ણપણે બિનકાર્યક્ષમ બની જાય કે નષ્ટ પામે ત્યારે તેમને રોગ થાય છે બાળપણથી થતો રોગ જીવનભર રહે છે, યોગ્ય સારવાર અને કાળજીથી તેને નિયંત્રિત જરૂર કરી શકાય પરંતુ રોગ સંપૂર્ણ નિર્મૂળ થતો નથી. જ્યાં સમસ્યા હોય ત્યાં ઉપાય પણ હોય.

રાજકોટમાં રૈયા રોડ પર એવરમાસ્ટર મંડપ સર્વિસ નામની પેઢી ધરાવતા અપુલભાઇ દોશીના માત્ર સાડાત્રણ વર્ષના પુત્ર ઋત્વિકને ડાયાબિટીસ હોવાનું નિદાન થયું. આટલી નાની ઉમરના બાળકને ડાયાબિટીશ, ઘરના સભ્યો 8 દિવસ સુધી જમ્યા નહીં. પીડાદાયક અને ખર્ચાળ સારવાર દરેક બાળ દર્દીના પરિવારને પોસાય નહીં, ત્યારે અપુલભાઇએ અા રોગથી પીડાતા બાળકો માટે લડવાનો નિર્ણય કર્યો આજે સૌરાષ્ટ્ર-કચ્છના 950 બાળ દર્દી સંસ્થા સાથે જોડાયેલા છે.

દર્દીઓમાટે મેટ્રોમોનિયલ વેબસાઇટ

ડાયાબિટિસનાદર્દીઓને જીવનસાથીની પસંદગી માટે ખાસ વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. યુવક,યુવતી બન્ને ડાયાબિટીસના દર્દી હોય તો વેબસાઇટ પરથી જ્ઞાતિ મુજબ યોગ્ય પાત્રની પસંદગી કરી શકે છે.

રોગ ધરાવતા બાળક તંદુરસ્ત બાળકથી જુદા પડતા નથી પરંતુ રોજીંદા જીવનમાં તેણે ચોક્કસ પ્રકારની કાળજી નિયમિત લેવી પડે છે. રોગનો સામનો કરતા બાળકો કે તેના પરિવારજનો એકલા નથી પરંતુ તેની પડખે જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનના સભ્યો હંમેશાં સાથે છે તેવી પ્રતિતિ કરાવવા વર્ષમાં અેક વખત પિકનિક, ડાયાબિટીસથી સૌથી વધુ નુકસાન આંખ અને કિડનીને થતું હોવાથી દર 3 મહિને આઇ, કિડની ચેકઅપ કેમ્પ રાખવામાં આવે છે. કેમ્પમાં રિપોર્ટથી માંડી ઇન્સ્યૂલિન, સિરિંજ સહિતની વસ્તુઓ નિ:શુલ્ક આપવામાં આવે છે.

દર 3 મહિને મેડિકલ કેમ્પ, વર્ષમાં એક પિકનિક

જરૂરીયાતમંદ ડાયાબીટીસના દર્દીઓને નિ:શુલ્ક સારવાર અપાય છે. દિકરાને ડાયાબીટીસ થયા બાદ પિતાએ છેલ્લા ઘણા વર્ષોથી સમાજસેવાનું કાર્ય શરૂ કર્યું છે.

પુત્રને ડાયાબિટીસ થયા બાદ પિતાએ આવા દર્દીઓને સધિયારો આપવા ટ્રસ્ટ શરૂ કર્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો