તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સંબંધીની ઓળખ આપી 70 હજારના ચેઇનની ઉઠાંતરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંબંધીની ઓળખ આપી 70 હજારના ચેઇનની ઉઠાંતરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગઠિયાઓઅવનવી તરકીબો કરી પોતાનો શિકાર સાધી લેતા હોય છે, આવી વધુ એક ઘટના હાથીખાનામાં બની હતી. હાથીખાનામાં રહેતા હર્ષાબેન બળવંતભાઇ આડેસરા (ઉ.વ.68) શનિવારે સવારે પોતાના ઘરે હતા ત્યારે આશરે 50 વર્ષની વયનો શખ્સ તેમના ઘરે આવ્યો હતો અને હર્ષાબેનના સંબંધી રાજુભાઇ તેના પરિચિત હોવાની વાતો કરી પ્રૌઢાને વિશ્વાસમાં લીધા હતા. પ્રૌઢા પોતાની જાળમાં ફસાઇ ગયાનું લાગતાં ગઠિયાએ પોતાને પણ પ્રૌઢાએ પહેરેલા સોનાના ચેઇન જેવો ચેઇન બનાવવાનો છે તેવી વાત કરી હર્ષાબેન પાસેથી નમૂના માટે ચેઇન આપવા કહ્યું હતું અને થોડીજવારમાં સોની વેપારીને બતાવી પરત કરી જાશે તેવું કહેતાં હર્ષાબેને પોતાનો રૂ.70 હજારની કિંમતનો ચેઇન ગઠિયાને હવાલે કર્યો હતો. ચેઇન લઇને ગયેલો ગઠિયો કલાકો સુધી પરત નહીં આવતા હર્ષાબેનને પોતે છેતરાયાનો અહેસાસ થયો હતો. પ્રૌઢાએ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે રાબેતા મુજબ તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો