તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • લીંબડી ડેપોને એક પણ અકસ્માત કરવા બદલ ~ 1 લાખનું ઇનામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીંબડી ડેપોને એક પણ અકસ્માત કરવા બદલ ~ 1 લાખનું ઇનામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીઝલની બચતમાં પ્રથમ નંબરે આવેલા ચોટીલા ડેપોને પણ ~ 25 હજારનું ઇનામ

ભાસ્કર ન્યુઝ.સુરેન્દ્રનગર

2015નાંવર્ષમાં એક પણ બસ અકસ્માત કરનાર તેવા લીંબડી ડેપોને અમદાવાદ મધ્યસ્થ કચેરી નરોડા ખાતે રૂ. 1 લાખનું ઇનામ આપવામાં આવશે. ઉપરાંત રાજકોટ ડિવિઝનમાં ચોટીલા ડેપો ડિઝલની બચતમાં સૌપ્રથમ રહેતા રૂ. 25 હજારનું ઇનામ અપાશે. જ્યારે ફરજ બજાવવાની સાથે પ્રમાણિકતા દાખવનાર એસ.ટી.કર્મીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવશે.

લીંબડી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઇવરોની સાવચેતી તેમજ સર્તકતાના કારણે 2015ના વર્ષમાં એસ.ટી.બસના નુકસાન કે કોઇ મુસાફરોને ઇજા સહિતની કોઇ ઘટના ધ્યાને આવી હતી. ત્યારે બાબત એસ.ટી.તંત્રની વડી કચેરીને ધ્યાને આવતા ડેપોની કામગીરીની બિરદાવી હતી. જેમાં સોમવારે યોજાનાર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે એસ.ટી.ની મધ્યસ્થ કચેરી અમદાવાદ ખાતે લીંબડી ડેપોને રૂ. 1 લાખના ઇનામ આપવામાં આવશે. જ્યારે જિલ્લામાં ડિઝલની બચતમાં ચોટીલા ડેપોને પણ રૂ. 25 હજારનું ઇનામ અપાશે. ઉપરાંત જિલ્લાના ડેપોમાં ફરજ બજાવતા એસ.ટી.કર્મીઓ કે જેઓને એસ.ટી.બસોમાંથી રોકડ રકમ સાથે અન્ય મુદ્દામાલ મળ્યો હોય અને તે તેના મૂળ માલિકને પરત આપવાના કિસ્સાઓ પણ ધ્યાને આવ્યા હતાં. આથી આવા કર્મીઓની પ્રમાણીકતાને ધ્યાને લઇને સન્માન સાથે ઇનામો આપવામાં આવશે. અંગે સુરેન્દ્રનગર ડેપો મેનેજર જે.આર.અગ્રાવતે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર ડેપોનાં ભીખાલાલ જે.પીપળીયા તેમજ અલ્પાબેન પરમારને પ્રમાણીકતા બદલ અમદાવાદ ખાતે ઇનામ સાથે પ્રોત્સાહિત કરાશે. જ્યારે લીંબડી ડેપો મેનેજર ભાવનાબેન ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, વર્ષ-2015માં એક પણ અકસ્માત થતાં એક લાખનું ઇનામ મળ્યું છે.

સ્વાતંત્ર્ય દિવસે અમદાવાદની મધ્યસ્થ કચેરી નરોડા ખાતે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો