તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટની ટેસ્ટમેચ શાળાના વિદ્યાર્થીઓને મફતમાં માણવા મળશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટની ટેસ્ટમેચ શાળાના વિદ્યાર્થીઓને મફતમાં માણવા મળશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી પેઢી સુધી કોપીબુક ક્રિકેટ પહોંચાડવાનો પ્રયાસ

સુજિત બોઝ.રાજકોટ

@sujitbose2

રાજકોટમાં સૌ પ્રથમ ટેસ્ટમેચ રમાવવા જઇ રહ્યો છે. નવેમ્બરમાં ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. ત્યારે ઇંગ્લેન્ડ સામેની રાજકોટમાં રમાનાર ટેસ્ટ મેચમાં બીસીસીઆઇની ગાઇડલાઇન મુજબ ગ્રાઉન્ડ કેપેસીટીની ઓછામાં ઓછી 10 ટકા ટીકીટ વિદ્યાર્થીઓ અને દિવ્યાંગ પ્રેક્ષકો માટે કોમ્પ્લીમેન્ટરી ઘોરણે ફાળવવાની રહેશે. જે મુજબ રાજકોટના ક્રિકેટ પ્રેમી વિદ્યાર્થીઓ અને દિવ્યાંગો મળીને અંદાજીત 2800 ક્રિકેટપ્રેમીઅો રાજકોટના ટેસ્ટમેચની મફતમાં મજા માણી શકે તેવી સંભાવના છે.

નવેમ્બરમાં ભારતના પ્રવાસે આવતી ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ટેસ્ટમેચ, 3 વન-ડે અને 3 ટી 20 મેચ રમશે. 9મી નવેમ્બરથી શરુ થનારી પ્રથમ ટેસ્ટ રાજકોટને ફાળવાઇ છે. દરમિયમાન મે મહિનામાં બીસીસીઆઇ દ્વારા ટેસ્ટક્રિકેટના પ્રસાર માટે ટેસ્ટ યોજતા સ્ટેટ એસોસિયેશન માટે કેટલીક ગાઇડલાઇન્સ નક્કી કરવામાં આવી હતી.જે પૈકી હવે ટેસ્ટ યોજતા તમામ સ્ટેટ ક્રિકેટ એસોસિયેશનને શાળાના વિદ્યાર્થીઓ અને દિવ્યાંગોને સ્ટેડીયમની કુલ બેઠક ક્ષમતાના 10 ટકા કોમ્પ્લિમેન્ટરી ટિકિટ ફાળવવા જણાવાયું છે. ગાઇડલાઇનનો સૌરાષ્ટ્ર ક્રિકેટ દ્વારા અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે એસસીએ સ્ટેડિયમની કુલ 28000 પ્રેક્ષકોની ક્ષમતા મુજબ અોછામાં ઓછી 10 ટકા ટિકિટો પણ કોમ્પ્લીમેન્ટરી ધોરણે ફાળવણી કરાય તો પણ 2800 વિદ્યાર્થીઓને ટેસ્ટમેચનો મફત લાભ મળવાની આશા છે.

બીસીસીઆઇની ગાઇડલાઇન મુજબ હવે ટેસ્ટમેચની ઓછામાં અોછી 10 ટકા બેઠકો વિદ્યાર્થીઓ તેમજ દિવ્યાંગ પ્રેક્ષકો માટે નિ:શુલ્ક ફાળવવાની રહેશે

નવેમ્બર મહિનામાં ઇગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણીનો મેચ રાજકોટમાં રમાવાનો છે. ત્યારે ખંઢેરી સ્ટેડિયમમાં અત્યારથી તમામ પ્રકારની તૈયારીઓ પુરી લેવાઇ છે.

ક્લાસીક ક્રિકેટને બચાવવાનો પ્રયાસ

ટેસ્ટક્રિકેટ એજ સાચુ ક્રિકેટ ગણવામાં આવે છે ત્યારે કોપીબુક ફેશનના ક્રિકેટને જીવંત રાખવા માટેના પ્રયાસો થઇ રહ્યા છે. ખાસ કરીને ભારતમાં ક્રિકેટ પ્રેમીઓમાં ક્રિકેટ એક ધર્મ ગણાય છે ત્યારે તેની લોકપ્રિયતા વધારવા માટે તેને પ્રમોટ કરવા માટેના અનેકવિધ પ્રયાસ થઇ રહ્યા છે.ભારતમાં નહી પરંતુ વેસ્ટ ઇન્ડીઝ જેવા દેશોમાં પણ ટેસ્ટક્રિકેટની લોકપ્રીયતા ઘટવાને કારણે હાલ રમાઇ રહેલી ભારત-વેસ્ટઇન્ડીઝની ટેસ્ટશ્રેણીમાં મેદાનો ખાલીખમ રહેવા પામે છે.

એસસીએના માનદમંત્રી નિરંજન શાહના જણાવ્યા મુજબ ‘વિદ્યાર્થીઓ અને દિવ્યાંગો માટે સ્ટેડીયમની કુલ ક્ષમતાના 10 ટકા ટિકિટો કોમ્પ્લીમેન્ટરી ધોરણે ફાળવવા માટે બોર્ડ બોર્ડના ગાઇડલાઇન્સનો સંપુર્ણ અમલ કરવામાં આવશે. તેમના જણાવ્યા મુજબ માટે અલગ અલગ સ્કૂલોને તેમજ દિવ્યાંગ બાળકો ધરાવતી સંસ્થાઓને આમંત્રણ આપવામાં આવશે ત્યાર બાદ કોમ્પ્લીમેન્ટરી ટિકિટ ફાળવવાની કાર્યવાહી હાથ ઘરાશે.

શાળાઓને ટૂંક સમયમાં આમંત્રણ અપાશે:નિરંજન શાહ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો