તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ACBના આધુનિકરણથી પ્રજામાં જાગૃતિ વધી, ભ્રષ્ટાચારીઓ ભયમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ACBના આધુનિકરણથી પ્રજામાં જાગૃતિ વધી, ભ્રષ્ટાચારીઓ ભયમાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યમાંસરકારી, અર્ધસરકારી કચેરીઓમાં કોઇ કામ લાંચ આપ્યા વિના થતાં નથી. સર્વત્ર વ્યાપેલા ભ્રષ્ટાચારને અંકુશમાં લેવા કાર્યરત લાંચ રુશવત વિરોધી શાખા (એ.સી.બી.) દ્વારા તનતોડ પ્રયાસ થઇ રહ્યા છે. અગાઉ લાંચિયા અધિકારી, કર્મચારીઓ સામે ફરિયાદ નોંધવવામાં ફરિયાદીઓ ખચકાટ અનુભવતા હતા, કેટલાક કિસ્સામાં ફરિયાદ નોંધાવવા માગતા હોય લોકોને ફરિયાદ ક્યાં કરવી એની ખબર હોવાથી ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી થઇ શકતી હતી. જોકે, હવે બદલાતા સમય સાથે એસીબીએ પણ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. એસીબીના તત્કાલીન વડા આશિષ ભાટિયાએ પ્રજાને અેસીબીની કાર્યવાહી વિશે જાગૃત કરવા વિવિધ પગલાં લીધા, જેમાં હેલ્પલાઇન, ટોલ ફ્રી નંબર, સોશિયલ મીડિયા, તેમજ જાહેર સ્થળોએ વિશાળ હોર્ડિંગ બોર્ડ મૂકવામાં આવ્યા, તેમજ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા લોકજાગૃતિના સેમિનાર પણ કરવામાં આવે છે. પ્રયાસો થકી છેલ્લા 3 વર્ષમાં લાંચિયા અધિકારીઓને પકડવા ગોઠવાયેલી ટ્રેપ સફળ થઇ રહી છે. લોકજાગૃતિના કારણે વર્ગ 1ના (ક્લાસ વન ઓફિસર) અધિકારીઓ પણ લાંચના છટકામાં સપડાઇ રહ્યા છે, તેમજ સજાના પ્રમાણમાં પણ વધારો નોંધાયો છે. એસીબીના વડા પી.પી.પાંડેએ પણ ભ્રષ્ટાચારને અંકુશમાં લેવાના પ્રયાસ જારી રાખ્યા છે.

{ 9 વર્ષમાં 302 કેસ, 171 કેસનો નિકાલ, 43 કેસમાં 54ને સજા, બાકીના કેસ અપીલમાં

જાન્યુઆરી2008થી 31 જુલાઇ 2016ની સ્થિતિએ એસીબી રાજકોટ એકમ દ્વારા કુલ 302 કેસ કોર્ટમાં મૂકવામાં આવ્યા હતા. જે પૈકી 171 કેસનો નિકાલ થયો છે. 43 કેસ સાબિત થયા છે જેમાં 53 આરોપીને સજાનો હુકમ કરવામાં આવ્યો છે. જે કેસમાં શંકાનો લાભ દેવામાં આવ્યો હોય કે નિર્દોષ ઠરાવવામાં આવ્યા હોય એવા કેસમાં સરકાર તરફથી અપીલ કરવામાં આવી છે. કેસ દરમિયાન 16 આરોપીના મૃત્યુ થયા હોવાથી તેમના ફાઇનલ ભરવામાં આવ્યા છે.

{ રાજકોટ એકમે 19 માસમાં 63 ગુના દાખલ કર્યા, 60 સામે કાર્યવાહી

એસીબીરાજકોટ એકમ દ્વારા જાન્યુઆરી 2015થી જુલાઇ 2016 સુધીના સમયગાળામાં લાંચ રુશવતના 63 ગુના દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં અપ્રમાણસરની મિલકતના બે ગુનાનો સમાવેશ થાય છે. લાંચ લેતાં પકડાયેલા અધિકારીઓમાં વર્ગ -3ના કર્મચારીઓની સંખ્યા (30)સૌથી વધુ છે. વર્ગ -1ના 7 અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.

^લાંચિયા અધિકારીઓ, કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવવા વધુને વધુ લોકો આગળ આવે માટે એસીબી દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. એસ.ટી.બસ પાછળ જાહેરાતના બોર્ડ, ફેસબુક પેજ, વોટ્સઅેપ, સોશિયલ મીડિયાથી પ્રચાર ઉપરાંત લોકમેળા, નવરાત્રી જેવા તહેવારોમાં સ્ટોલ, સ્ક્રીન થકી એસીબી પ્રત્યે લોકજાગૃતિ લાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. લોક દરબાર યોજી એસીબી વિશે સમજ આપવામાં આવે છે. ફરિયાદીની ઓળખ ગુપ્ત રાખવી, ફરિયાદીને પ્રશંસાપત્ર, સારી કામગીરી કરનાર અધિકારી, સ્ટાફને પ્રોત્સાહિત કરવા, જાગૃત નાગરિકોનું સન્માન અને કાયદા નિષ્ણાતની નિમણૂક તેમજ વોઇસ રેકોર્ડિંગ, સ્પાય કેમેરા સહિતના આધુનિકરણના કારણે લાંચિયા અધિકારી,કર્મચારીઓ સામે કેસ અને સજાનું પ્રમાણ વધ્યું છે. > એસ.કે.ત્રિવેદી, એડિશનલડાયરેક્ટર એસીબી,રાજકોટ એકમ

લોકજાગૃતિથી કેસ વધ્યા અને સજાનું પ્રમાણ પણ વધ્યું છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો