તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 17,532 પોલીસકર્મીની ભરતી માટે 10.16 લાખ ફોર્મ ભરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

17,532 પોલીસકર્મીની ભરતી માટે 10.16 લાખ ફોર્મ ભરાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લેખિત પરીક્ષા માટે શાળા-કોલેજને માહિતી આપવા જાણ કરાઇ

ક્રાઈમ રિપોર્ટર | અમદાવાદ

ગુજરાતપોલીસમાં હથિયારધારી-બિન હથિયારધારી,એસઆરપી તેમજ જેલ સિપાહી સહિત 17,532 પોલીસ કોન્સ્ટેબલોની ભરતી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 જૂલાઈ 2016 સુધીમાં કુલ 10,16,902 ફોર્મ ભરાયા છે.ઓન લાઈન સહિત ભરાયેલા ફોર્મમાંથી 8,42,335 ફોર્મ કન્ફોર્મ કરવામાં આવ્યા છે.તેમાંથી પણ ડુપ્લીકેશન દૂર કરીને કુલ 7,50,000 ઉમેદવારોને લેખિત પરીક્ષા આપી શકશે.આ 7.50 લાખ ઉમેદવારોની લેખિત પરીક્ષા 23 ઓકટોબર 2016 ના રોજ યોજવાનું પ્લાનીંગ કરવામાં આવ્યુ છે. જેના માટે ભરતી બોર્ડ દ્વારા રાજ્યના તમામ પોલીસ કમિશનર,જિલ્લાના પોલીસ વડા તેમજ રેન્જ ડીઆઈજી પાસેથી લેખિત પરીક્ષા માટે શાળા-કોલેજોની માહિતી મંગાવવામાં આવી છે.તેમાં પણ ખાસ કરીને અમદાવાદ,વડોદરા,સૂરત,રાજકોટ,જામનગર,ભાવનગર,સહિતના મોટા સેન્ટરોમાં એક સાથે હજારો ઉમેદરવાર લેખિત પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં થયેલી પોલીસ કર્મચારીઓની ભરતીમાં પહેલા ફિઝીકલ ટેસ્ટ અને ત્યારબાદ લેખિત પરીક્ષા લેવામાં આવતી હતી.પરંતુ વખતથી પરીક્ષાના ધારા ધોરણમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને પહેલા લેખિત પરીક્ષા લેવામાં આવશે.લેખિત પરીક્ષા પાસ કરનાર ઉમેદરવારની ફિઝીકલ ટેસ્ટ લેવામાં આવશે.આમ કરવાથી ભરતીની પ્રક્રિયા બહુ સરળ બનશે. જ્યારે વખતથી પોલીસ કર્મચારીઓની ફિઝીકલ ટેસ્ટમાં પુરુષ અને મહિલા ઉમેદરવારો માટે દોડના ધારા ધોરણમાં ફેરફાર કરવામાં આવ્યા છે.જેમાં નિર્ધારિત સમય કરતાં ઓછી સેકન્ડમાં દોડ પૂરી કરનાર ઉમેદરવારને વધારાના માર્ક આપવામાં આવશે.

10.16 લાખ માંથી 7.50 લાખ ઉમેદરવારો લેખિત પરીક્ષા આપશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો