તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઘરમાં ધોકા, તલવાર, પાઇપ હોય તો ફેંકી દેજો નહીંતર પોલીસ ત્રાટકશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરમાં ધોકા, તલવાર, પાઇપ હોય તો ફેંકી દેજો નહીંતર પોલીસ ત્રાટકશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
{ શહેર પોલીસ કમિશનરનો નવતર પ્રયોગ, વોર્નિંગ બાદ સર્ચ ઓપરેશન શરૂ કરાશે

{ સામેથી ગેરકાયદે હથિયાર જમા કરાવનાર સામે કોઇ કાર્યવાહી નહીં થાય

ક્રાઇમ રિપોર્ટર| રાજકોટ

શહેરપોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોતે શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બરકરાર રાખવા માટે અનેક આકરાં પગલાંઓ ભર્યા છે. કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં જઇ પોલીસે લુખ્ખાઓને પાઠ ભણાવી કાયદાનું ભાન કરાવ્યું છે ત્યારે શહેર પોલીસ કમિશનરે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ગેરકાયદે હથિયાર રાખનારાઓને 24 કલાકમાં હથિયાર સોંપી દેવાની વોર્નિંગ આપવામાં આવી રહી છે. સામેથી હથિયાર જમા કરાવનાર સામે કોઇ કાર્યવાહી નહીં થાય, બાદમાં સર્ચ ઓપરેશન વખતે હથિયાર રખાશે તો ખેર નહીં રહે તેવો નિર્દેશ પણ આપવામાં આવી રહ્યો છે.

રવિવારે શહેરના અનેક પોલીસ મથક વિસ્તારમાં પોલીસ ટુકડી અને એસઆરપીનો કાફલો સંવેદનશીલ વિસ્તારોમાં પહોંચ્યો હતો અને પોલીસ દ્વારા માઇકમાં જાહેરાત કરવામાં આવતી હતી કે, ‘કોઇ પણ વ્યક્તિ પાસે તલવાર-ધારિયા, ધોકા જેવા કોઇપણ ગેરકાયદે હથિયાર હોય તો તેમણે નજીકની પોલીસ ચોકીમાં 24 કલાકમાં હથિયાર જમા કરાવી દેવા, હથિયાર જમા કરાવનારની કોઇ નોંધ કરવામાં નહીં આવે કે તેની સામે કોઇ કાર્યવાહી નહીં થાય, 24 કલાક વિત્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરાશે અને તેમાં હથિયાર મળ્યે કાનૂની કાર્યવાહી થશે.

અંગે પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોતે જણાવ્યું હતું કે, શહેરમાં છાશવારે બનતી માથાકૂટની ઘટનામાં ઝનૂની લોકો ધારિયા-ધોકા તલવાર સહિતના હથિયાર સાથે ધમાલ કરે છે. ઘરમાં હથિયાર રાખીને માથાભારે તત્ત્વો વિસ્તારના અન્ય લોકોને ધમકાવતા હોય છે, આવી અનેક ફરિયાદો ઉઠતા પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. સામેથી હથિયાર જમા કરાવનાર સામે કોઇ કાર્યવાહી નહીં થાય અને ભૂલથી કે જે તે સમયે કોઇ ચોક્કસ ઇરાદાથી તલવાર-ધારિયા જેવા હથિયાર ખરીદી લીધા હોય તો તેવી વ્યક્તિને હથિયાર જમા કરાવી દેવાનો મોકો પણ મળશે. કોઇ વ્યક્તિને પોલીસ ચોકી જવાનો ખચકાટ થતો હોય તો તે વ્યક્તિ પોતાના ઘરની બહાર હથિયાર રાખી પોલીસને જાણ કરશે તો પોલીસ જઇને હથિયાર કબજે કરી લેશે અને વોર્નિંગ પછી પણ હથિયાર જમા નહીં કરાવવામાં આવે તો તે વ્યક્તિ સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. રવિવારે પોપટપરા, બજરંગવાડી જેવા વિસ્તારમાં જાહેરાત કરવામાં આવી હતી. સોમવારે પણ શહેરના અન્ય વિસ્તારોમાં કાર્યવાહી કરાશે.

સંવેદનશીલ વિસ્તારોમાં જઇને પોલીસે માઇક દ્વારા હથિયારો આપી દેવાની જાહેરાત કરી હતી.

શહેર પોલીસ કમિશનરનો નવતર પ્રયોગ, વોર્નિંગ બાદ સર્ચ ઓપરેશન શરૂ કરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો