• Gujarati News
  • National
  • સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં ડો. અર્જુનસિંહની નિમણૂંક

સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં ડો. અર્જુનસિંહની નિમણૂંક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વર્ણીમગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં રાજકોટની મહિલા કુંડલિયા કોલેજના પ્રિન્સિપાલ ડો. અર્જુનસિંહ રાણાની બોર્ડ મેમ્બર તરીકે ત્રણ વર્ષ માટે નિમણુંક કરવામાં આવી છે. ડો. રાણા ઉપરાંત સ્પોર્ટ્સ ઓથોરિટીના ડાયરેક્ટર જનરલ, પ્રોફેસર જમનાદાસ સાવલિયા અને ડો. રુસ્તમ નરીમાન સાદરીની પણ બોર્ડ મેમ્બર તરીકે વરણી કરાઇ છે.

ભારતની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફિજીયોથેરાપીસ્ટ અને સ્પોર્ટ્સ પર ડબલ પીએચડી કરનાર ડો. અર્જુનસિંહ રાણાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં જે સ્પોર્ટ્સ હોસ્ટેલ બંધ હાલતમાં છે તે ફરી શરૂ કરાશે અને સ્ટેટ લેવલના ખેલાડીઓ નેશનલમાં પહોંચે અને 10 વર્ષ બાદ સૌરાષ્ટ્ર-ગુજરાતનો ખેલાડી ઓલ્મિપીકમાં ભારતનું નામ રોશન કરે તેવી તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ડો. અર્જુનસિંહ રાણા

અન્ય સમાચારો પણ છે...