તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ ટેસ્ટ કાઉન્ટ ડાઉન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1971નુંવર્ષ ભારતીય ક્રિકેટના ઇતિહાસ સુવર્ણ પૃષ્ઠ સમુ છે. ભારતે વેસ્ટ ઇન્ડીઝમાં સૌ પ્રથમ વખત શ્રેણી જીતી હતી અને ઇંગ્લેન્ડને પણ તેની ધરતી પર હરાવ્યું હતું. વેસ્ટ ઇન્ડીઝ સામે શ્રેણીની પોર્ટઓફ સ્પેઇન ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં મેળવેલી ઐતિહાસિક જીતમાં જામનગરના સલીમ દુરાનીનો મહત્ત્વનો ફાળો હતો. દુરાનીએ ક્લાઇવ લોયડ અંગત 15 રને અને ગેરી સોબર્સને તો 0 રને ક્લિન બોલ્ડ કરી ભારતના જીતનો પાયો નાખ્યો હતો. સલીમ દુરાનીની ખુમારી હતી કે તેમને પ્રેક્ષકોની ફરમાઇશ પર સીક્સર ફટકારવાની મહારથ હાંસલ હતી. ઉપરાંત 1972-73ની ઇંગ્લેન્ડ સામેની ઘરઆંગણાની શ્રેણીમાં કાનપુર ખાતે રમાનારી ચોથી ટેસ્ટમાંથી દુરાનીને પડતા મુક્યા હતા ત્યારે તેમના ચાહકો ભારે ખફા થયા અને રીતસર ‘નો દુરાની નો ટેસ્ટ’વાળી કરીને ટેસ્ટ નહીં રમાવા દેવાની ચીમકી આપી હતી.બોર્ડે બાદમાં ફેન્સની લાગણી સામે ઝુકવું પડ્યું. જે ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં એક અદભુત પ્રકરણ તરીકે હંમેશાં યાદ રહેશે. દુરાનીની યાદગાર શ્રેણી તરીકે ઇંગ્લેન્ડ સામેની 1961-62 શ્રેણી છે. જેમા ભારતે ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે સૌ પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતી હતી. પાંચ ટેસ્ટની શ્રેણીમાં કુલ 23 વિકેટ ઝડપનાર દુરાનીએ છેલ્લી બે ટેસ્ટમાં 18 વિકટો ઝડપી વિજયમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો.દુરાની એે ચરિત્ર નામની એક હિન્દી ફીલ્મમાં પણ કામ કર્યુ હતુ.

વિશ્વ ક્રિકેટ વર્તુળમાં ‘પ્રિન્સ સલીમ’ના નામે જાણીતા દુરાની સિક્સરના બાદશાહ હતા

જ્યારેલિમિટેડ ઓવરની ગેમ્સ હતી અને ફક્ત ટેસ્ટ ક્રિકેટ રમાતું ત્યારે પ્રિન્સ સલીમના નામે જાણીતા દુરાની સિક્સરના બાદશાહ ગણાતા. ટેસ્ટ મેચોમાં સાવ ધીમા બેટિંગના યુગમાં સિક્સર માટે પ્રેક્ષકો તરસી જતા. દુરાનીએ 29 ટેસ્ટમાં કુલ 50 ઇનિંગ રમી છે. જેમાં 15 સિક્સરો ફટકારી છે. જે પૈકીની અડધા ઉપરની સિક્સરો પ્રેક્ષકોની ફરમાઇશ પર ફટકારી હશે. તેમના કુલ ટેસ્ટ રન 1202 અને વિકેટ્સ 75 છે.

સૌરાષ્ટ્ર વતી રમતા સૌ પ્રથમ રણજી મેચમાં સદી ફટકારી

સલીમદુરાનીએ પોતાની ફર્સ્ટક્લાસ ક્રિકેટની શરૂઆત સૌરાષ્ટ્રની ટીમમાંથી કરી હતી. 1953-54માં ગુજરાત સામેની પોતાની સાૈ પ્રથમ રણજી મેચમાં પ્રથમ ઇનિંગમાં 108 રન ફટકાર્યા હતા. તેમણે કુલ 170 ફર્સ્ટ ક્લાસ મેચમાં 8545 રન્સ અને 484 વિકેટ્સ ઝડપી હતી.

પિતા અબ્દુલ અઝીઝ નવાનગરની રણજી વિજેતા ટીમના ઓપનર હતા

અફઘાનિસ્તાનનાકાબુલમાં 1934માં જન્મેલા સલીમ દુરાનીના પિતા અબ્દુલ અઝીઝ દુરાની જામસાહેબના કર્મચારી હતા. તેઓ નવાનગરની 1937માં રણજીટ્રોફી ચેમ્પિયન ટીમના ઓપનર તેમજ વિકેટકીપર હતા.તેઓ ભારત વતી સીકે નાયડુની કપ્તાનીમાં 1935-36માં ઓસ્ટ્રેલિયા સામેની ઇડન ગાર્ડનની અનઓફિશિયલ ટેસ્ટમેચ પણ રમ્યા હતા.

અમે ટેસ્ટમાં ટી-20 જેવું ક્રિકેટ રમતા હતા, અત્યારના યુગને મિસ કરીએ તેવું કઇ નથી : દુરાની

હાલ 81 વર્ષની વયે પણ એક નખશીખ સ્પોર્ટ્સમેનની ખુમારી ધરાવતા સલીમ દુરાનીએ ‘દિવ્ય ભાસ્કર’ સાથેની ટેલિફોન પરની વાતચીતમાં કહ્યું કે ,‘અમે ટેસ્ટમાં પણ ટી-20 જેવું ક્રિકેટ રમતા, એક વાત છે કે અમને આજના જેટલા પૈસા મળતા નહીં. બાકી અત્યારના ટી-20 યુગને મિસ કરીએ તેવું કઇ નથી.’વધુમાં તેમણે પોતાની જીવનની શ્રેષ્ટ પળ તરીકે ભારત વતી ટેસ્ટમાં મળેલા બ્રેક ને ગણાવી હતી.

ટેસ્ટ મેચમાં પ્રેક્ષકોની ફરમાઈશ પર સિક્સરો ફટકારતા હતા સલીમ દુરાની

અન્ય સમાચારો પણ છે...