તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટમાંથી હજારો માઈભક્ત જશે માતાના મઢ સુધી પગપાળા

રાજકોટમાંથી હજારો માઈભક્ત જશે માતાના મઢ સુધી પગપાળા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વભરમાંગુજરાતની ઓળખ ગરબા-દાંડિયા તરીકેની છે. નવરાત્રિનું ધૂમ, રાસ-ગરબાની રમઝટ બોલતી હોય એવું એક પણ ગામ નહીં હોય, સૌરાષ્ટ્રના વિવિધ શહેરો ગામોમાંથી પદયાત્રી સંઘો માતાજીના સ્થાનકો પર જતાં હોય છે. રાજકોટના આશાપુરા પદયાત્રી સંઘ 23 સપ્ટેમ્બર ગુરુવારે માતાના મઢ જવા પ્રસ્થાન કરશે. 30મીએ રાત્રિના માતાના મઢે પહોંચી 1 ઓક્ટોબરે માતાના દર્શન કરી પરત ફરશે.

સંઘ અયોજક જયદેવસિંહ જાડેજાના જણાવ્યા મુજબ ગત વર્ષ 317 પદયાત્રી હતા. વર્ષે 450 જેટલા માઇભક્તો પ્રસ્થાન કરશે. જેમાં 200 થી વધુ ક્ષત્રિય, બ્રાહ્મણ, પટેલ, આહીર, ભરવાડ સહિત વિવિધ સમાજની બહેનો હશે. રાજકોટથી માતાના મઢનું અંતર 355 કિમી છે. જે કાપતા આઠ દિવસ લાગશે. રાજકોટના ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ યુવક મંડળ દ્વારા 10 થી 12 ફોર વ્હિલ પદયાત્રિકોની સેવા માટે સતત ભચાઉ સુધી દોડે છે.

કયાં હોય છે છાવણી

માતાનામઢે જતા માઇભક્તોની સેવાર્થે આરોગ્ય, મસાજ, ચા-નાસ્તો, ભોજન સહિતના કેમ્પ રતનપર, હરિપર, મોરબી, માળિયા, સામખિયાળી, વોંઢ, ભચાઉ, પડાણા, અંજાર, હનુમાન ટેકરી, માધાપર, હરિહર આશ્રમ, દાદાદાદીની વાડી અને ઉગેડી ખાતે યોજાય છે.

23 સપ્ટેમ્બરે સંઘનું પ્રસ્થાન, 30મીએ માતાના મઢ પહોંચશે

ભાડવા સ્ટડી સર્કલ યુવક મંડળ 10 કાર દોડાવશે

અન્ય સમાચારો પણ છે...