• Gujarati News
  • National
  • રાજકોટનો રવિવાર સુધારી દેતા મેઘરાજા, ઝાપટાં વરસ્યાં

રાજકોટનો રવિવાર સુધારી દેતા મેઘરાજા, ઝાપટાં વરસ્યાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓણસાલસૌરાષ્ટ્ર-ગુજરાતમાં 106 ટકા વરસાદ વરસશે તેવી હવામાનખાતાની આગાહી વચ્ચે છેલ્લા એક મહિનાથી વરસાદી વાદળો આકાશમાંથી ગાયબ થઈ ગયા હતા. જો કે, છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદ વરસવાનું શરૂ થયું છે.

રાજકોટમાં રવિવારે સવારથી મોડી સાંજ સુધીમાં સમયાંતરે ઝાપટાં વરસ્યા હતા. સેન્ટ્રલ ઝોનમાં 2 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે અન્ય વિસ્તારોમાં રોડ-રસ્તા પરથી પાણી વહી જાય તેટલી માત્રામાં માત્ર ઝાપટાં પડ્યા હોવાની ફાયર બ્રિગેડમાં નોંધ થઈ હતી. રાજકોટમાં મૌસમનો સરેરાશ કુલ 24 ઈંચ વરસાદ વરસતો હોય છે.

વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ પશ્ચિમ ઝોનમાં નોંધાયો છે. ફાયરબ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ, કાલાવડ રોડ વિસ્તારમાં 529 મીમી એટલે કે, 21 ઈંચથી વધુ વરસાદ વરસી ગયો છે. જ્યારે સામાકાંઠા વિસ્તારમાં 391 મીમી અને મધ્ય રાજકોટમાં 474 મીમી વરસાદ પડ્યો છે. સરેરાશ 4 ઈંચની હજુ ઘટ છે.

24 કલાકમાં ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર-ગુજરાતમાંફરી વરસાદી માહોલ છે અને છેલ્લા 72 કલાકથી અલગ-અલગ વિસ્તારોમાંથી ઝાપટાંથી માંડી 7 ઈંચ સુધીનો વરસાદ વરસી ગયો હતો. રવિવારે પણ સૌરાષ્ટ્રના પાંચથી વધુ જિલ્લામાં પાંચ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 24 કલાક એટલે કે સોમવાર રાત સુધીમાં સૌરાષ્ટ્ર-ગુજરાત ઉપરાંત દીવ-દમણ અને દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે તેમ છે.

ફરી આશાનો સંચાર | શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વાદળો વરસ્યા, રાત્રે ફરી ધીમીધારે વરસાદ શરૂ થયો

અન્ય સમાચારો પણ છે...