તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દિલ્હી પબ્લિક સ્કૂલમાં શિક્ષકોનો તાલીમ કેમ્પ

દિલ્હી પબ્લિક સ્કૂલમાં શિક્ષકોનો તાલીમ કેમ્પ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિલ્હીપબ્લિક સોસાયટી દ્વારા વેસ્ટ ઝોનની દિલ્હી પબ્લિક સ્કૂલના ધો.1 થી 3ના શિક્ષકો માટે 19 થી 21 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસના તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રની કુલ 13 ડીપીએસ સ્કૂલના શિક્ષકો ભાગ લેશે. કાર્યક્રમનું ઉદઘાટન મારવાડી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર યોગેશ્વર કોસ્ટા પોતાનું વક્તવ્ય રજૂ કરશે. ઉપરાંત નીના સહેગલ તાલીમ શિબિરની રૂપરેખા રજૂ કરશે. વર્કશોપમાં તાલીમ નિષ્ણાત નીના સહેગલ, નિહારિકા અ્ને અશિતા થામ્બા દ્વારા શિક્ષકોને ઓબ્જેકટિવ ઓફ ટીચિંગ લેંગ્વેજ, રિસ્પોનસિબલ ઓફ ટીચર, ઇવેલ્યૂશન, પ્લાનિંગ ઓફ લેંગ્વેજ કેરીક્યુલમ, મલ્ટિપલ ઇન્ટેલિજન્સ અને બેઝિક લર્નિંગ’ જેવા વિષયો પર માર્ગદર્શન અપાશે. ઉપરાંત મુંબઇ યુનિવર્સિટીના તજજ્ઞ ચાઇલ્ડ સાઇકોલોજી અને ચિલ્ડ્રન વીથ સ્પેશિયલ નીડ જેવા વિષયો પર તાલીમ આપશે.

અન્ય સમાચારો પણ છે...