• Gujarati News
  • ચણા અને બેસનના ભાવમાં ~ 50 100નો ભાવઘટાડો

ચણા અને બેસનના ભાવમાં ~ 50-100નો ભાવઘટાડો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એરંડા બજારમાં સુધારો, ખાદ્યતેલ બજાર સ્થિર

બિઝનેસ રિપોર્ટર. રાજકોટ

વરસાદનાપગલે કોમોડિટી બજારમાં ઘટાડો થઇ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં વરસાદના પગલે મોટાભાગના યાર્ડમાં માલની આવક બંધ જેવી હતી. બજારમાં કુદરતી કફર્યુ જેવો માહોલ જણાતો હતો. ખાદ્યતેલ, ખાંડ બજાર સ્થિર હતા, ચણા, ચણાદાળના ભાવમાં ઘટાડો તેમજ એરંડા વાયદામાં સુધારો થયો હતો.

ખરીદીના અભાવ વચ્ચે ચણા અને ચણાદાળના ભાવમાં ઘટાડો થયો હતો. ચણામાં રૂ.50 ઘટી 4450-4500, તેમજ ચણાદાળમાં રૂ.100 ઘટી 5600-5800 રહી હતી, જ્યારે બેસનના ભાવ 3950-4020 ઉપર ટકેલા રહ્યા હતા.

વરસાદના કારણે પીઠા બંધ હોય એરંડા બજારમાં સપ્ટેમ્બર વાયદો રૂ.23 વધી 3939 બંધ આવ્યો હતો, જે પ્રારંભે 3885 ખૂલી વધી 3948 અને નીચામાં 3878 સુધી ગયો હતો. સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં વરસાદના કારણે પીઠા બંધ હોય માલ આવક બંધ હતી, જ્યારે દિવેલ રૂ.5 વધી 765 થયું હતું. કંડલા પામ રૂ.2 ઘટી 467-468, તેમજ સોયારિફાઇન રૂ.3 ઘટી 557-558 રહ્યું હતું.

ખરીદીના અભાવે રૂ બજારમાં ફક્ત ભાવ બોલાતા હતા રૂના ભાવ 34000-34500 હતા. માણાવદરમાં શંકર ગાંસડી 34500-34800, તેમજ સુરેન્દ્રનગરમાં રૂ શંકર ગાંસડીના ભાવ 34500 અને કલ્યાણના ભાવ 25200 બોલાતા હતા. કપાસમાં ગામડે બેઠા 920-930, તેમજ પહોંચ ભાવ 940-950 હતા. સ્થાનિક કપાસિયા 440-460 તેમજ ખોળના ભાવ 1005 રહ્યા હતા.

જીરૂમાં નિકાસ વેપારો નબળા અને નબળી ગુણવત્તા માલોમાં લેવાલીના અભાવ વચ્ચે ભાવ તૂટી રહ્યાં છે. આજે વાયદો રૂા.15000 અંદર રૂા.14815 બંધ રહ્યો હતો.