• Gujarati News
  • National
  • સિંધુ દર્શન યાત્રા માટે સરકાર 25 લાખની ગ્રાન્ટ ફાળવણી કરશે

સિંધુ દર્શન યાત્રા માટે સરકાર 25 લાખની ગ્રાન્ટ ફાળવણી કરશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાવિવિધ વિસ્તારમાં આવેલા સિંધી સમાજના ઇષ્ટદેવ જુલેલાલના મંદિરોમાં ચેટીચાંદની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. બુધવારે પ્રભાત ફેરી, સ્કૂટર રેલી, શોભાયાત્રા, આતશબાજી, ભક્તિ સંગીત, આજીડેમ ખાતે જ્યોત વિસર્જન સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટ ખાતે સિંધી સમાજ માટે પવિત્ર ગણાતી સિંધુ દર્શન યાત્રા માટે 25 લાખની ફાળવણીની જાહેરાત કરી હતી.

સિંધી કોલોની ખાતે આવેલા જુલેલાલ સાંઇના મંદિરેથી સવારે 4 કલાકે પ્રભાતફેરી નીકળી હતી. બાદમાં અભિષેક, મહાપૂજા અને સવારે 7 કલાકે પ્રસાદનું વિતરણ કરાયું હતું. સવારે 10 વાગ્યે મંદિરેથી સ્કૂટર રેલી નીકળી હતી જે બપોરે 2 વાગ્યે પરત ફરી હતી.

સાંજે 4.30 વાગ્યે રામનાથપરા હરમંદિર સાહેબ ખાતેથી શોભાયાત્રા નીકળી હતી. તો રાત્રિના 8 વાગ્યે મહાપ્રસાદ યોજાયો હતો. રાત્રે ભક્તિ સંગીત, આતશબાજી સહિતના કાર્યક્રમ યોજાયા હતા. 51 શંખોના નાદ સાથે જંક્શન પ્લોટમાં જુલેલાલની પ્રતિમાની સ્થાપના પૂજા, અરદાસ કરવામાં આવી હતી.

ઉપરાંત જુલેલાલના નૂતન મંદિરનું નવા નાકા ખાતે નવા નાકા રોડ સિંધી કાપડ બજાર એસોસિએશન દ્વારા કરાયું હતું. રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો.

51 શંખોના નાદ સાથે જુલેલાલ સાંઇની સ્થાપના, પ્રભાત ફેરી, શોભાયાત્રા, આતશબાજી સાથે ઉજવણી

અન્ય સમાચારો પણ છે...