• Gujarati News
  • National
  • ગેસ્ટહાઉસમાં ગાંધીનગરના યુવકે જાતે ઝેરી ઇન્જેક્શન માર્યા

ગેસ્ટહાઉસમાં ગાંધીનગરના યુવકે જાતે ઝેરી ઇન્જેક્શન માર્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસ.ટી.બસ સ્ટેશન પાછળ ગોવર્ધન ગેસ્ટહાઉસમાં રોકાયેલા ગાંધીનગરના યુવકે જાતે શરીરમાં ઝેરી દવા ભરેલા ઇન્જેક્શન મારીને આપઘાતનો પ્રયાસ કરતા તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

ગાંધીનગરમાં સેક્ટર નંબર 27માં રહેતા રાકેશ પ્રેમજીભાઇ ભીમાણી 24 માર્ચે બસ સ્ટેશન પાછળ આવેલા ગોવર્ધન ગેસ્ટહાઉસમાં ઉતર્યો હતો. મંગળવારે રાતે ગેસ્ટહાઉસના રૂમમાં હતો ત્યારે બન્ને હાથ, પેટ અને પગમાં ઝેરી દવા ભરેલા ઇન્જેક્શન મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. શરીરમાં બળતરા અને બેેચેની શરૂ થતાં જાતે સારવાર લેવા સિવિલમાં દાખલ થઇ ગયો છે.

યુવકે પોલીસને જણાવ્યા મુજબ તે ગાંધીનગરમાં લારીમાં ગાંઠિયા બનાવીને વેચતો હતો. એક તરફ ઉંમર વીતી જવા છતાં લગ્ન થતાં હતા અને ધંધો બંધ થઇ જતાં બેકાર થઇ ગયો હોવાથી કંટાળીને રાજકોટ આવ્યા બાદ માર્કેટયાર્ડ નજીકથી ઇન્જેક્શન અને કપાસમાં છાંટવાની ઝેરી દવા ખરીદીને ગેસ્ટહાઉસ ગયો હતો. જ્યાં જાતે ઝેરી દવાના ઇન્જેક્શન મારી દીધા હતા.

4 દી’થી બસ સ્ટેશન પાછળ ગેસ્ટહાઉસમાં હતો

ધંધો બંધ થતાં આપઘાતનો પ્રયાસ કર્યો

અન્ય સમાચારો પણ છે...