• Gujarati News
  • National
  • લાંચ લેતા પકડાયેલા રેલવેના ત્રણેય અધિકારી સસ્પેન્ડ

લાંચ લેતા પકડાયેલા રેલવેના ત્રણેય અધિકારી સસ્પેન્ડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ

વોટરસપ્લાય માટેનું બિલ મંજૂર કરવા માટે 1.25 લાખની લાંચ માગવાના ગુનામાં એસીબીના હાથે 14 એપ્રિલે પકડાયેલા રેલવેના સિનિયર ડિવિઝન એન્જિનિયર આર. કે. મીના , ડિવિઝનલ અેન્જિનિયર એ.એ. કુર્મી અને ચીફ ઓફિસ સુપરીટેન્ડેન્ટ રસિકલાલ એમ. વ્યાસને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આર.આર. ઝાલાએ નોંધાવેલી ફરિયાદના પગલે એસીબીએ ત્રણેયને ઝડપી લીધા હતા. દરમિયાન મીના તેમજ કુર્મી ક્લાસ વન ઓફિસર હોવાથી હેડ ક્વાર્ટરમાં મોકલાવેલા રિપોર્ટ બાદ અંતે બન્નેને સસ્પેન્ડ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...