• Gujarati News
  • National
  • ગરમી વધતા લીંબુના ભાવ 65 85 રૂપિયા થયા

ગરમી વધતા લીંબુના ભાવ 65-85 રૂપિયા થયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાળાનોઆકરો તાપ શરૂ થતાં પ્રતિ કિલોએ લીંબુના ભાવ 65-85 રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે, જ્યારે સારી કવોલિટીના લીંબુના ભાવ 100 રૂપિયાની સપાટી વટાવી ગયા છે. સ્થાનિક ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં માર્ચ એન્ડિંગના કારણે હરાજીના કામકાજ બંધ રહેતા લીંબુની અછત ઊભી થઇ છે, બીજી તરફ ઉનાળાની ગરમીના કારણે લીંબુની માંગમાં વધારો થતા ભાવમાં ઉછાળો આવ્યો છે. એક મહિના પૂર્વે લીંબુના ભાવ રૂ.40-50ની પ્રતિકિલોની સપાટીએ જોવા મળતા હતા. રાજકોટ સહિતનાં શહેરોમાં છેલ્લા પાંચ દિવસથી ગરમીનો પારો 40 ડિગ્રી ઉપર જોવા મળી રહ્યો હોવાથી લીંબુના ભાવમાં એક સપ્તાહમાં કિલોએ 25-35 રૂપિયાનો વધારો થતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...