ઉજવણીની તૈયારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્થાનકવાસી,દેરાવાસી, દિગમ્બર, અજરામર, તેરાપંથી, શ્રીમદ્દ રાજચંદ્ર તથા મારવાડી જૈન સમાજ દ્વારા જૈનમ સંસ્થાની આગેવાની હેઠળ મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી થશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ પ્રસંગે ઉપસ્થિત રહેશે. 9 એપ્રિલે કિસાનપરાથી ધર્મયાત્રા નીકળશે. જેમાં 24 તીર્થંકરોના 24 ફલોટ હશે. 108 કાર તેમજ 300થી વધુ સ્કૂટર, બાઇક પણ જોડાશે. વિવિધ સંસ્થાઓ દ્વારા જુદા જુદા સર્કલો પર ધર્મયાત્રાનું સ્વાગત થશે. સરબત, પાણીનું તેમજ બુંદી, ગાંઠિયાનું પ્રસાદ સ્વરૂપે વિતરણ કરાશે. ઉજવણી અંગે યોજાયેલી બેઠકમાં ચંદ્રકાંતભાઇ શેઠ, જીતુભાઇ દેસાઇ, જૈન મોટા સંઘના પ્રમુખ ઇશ્વરભાઇ દોશી, ઉપેનભાઇ મોદી વગેરે જૈન આગેવાનો હાજર રહ્યા હતા. ચૌધરી હાઇસ્કૂલ ખાતે ધર્મયાત્રાની પૂર્ણાહુતિ બાદ ધર્મસભા યોજાશે. બાદમાં 48 પાલમાં મહાપ્રસાદનું પણ શ્રાવક-શ્રાવિકાઓ માટે આયોજન કરવામાં આવ્યું છે.

બહેનો માટે સ્તવન સ્પર્ધા

જૈનસમાજના ચારેય ફીરકાની બહેનો માટે શેઠ ઉપાશ્રય ખાતે 8 એપ્રિલના બપોરના 2.30 વાગ્યે સ્તવન સ્પર્ધા યોજાશે. જેમાં એકથી ત્રણ સ્થાન માટે મહિલા મંડળને રોકડ ઇનામ ભેટ અપાશે.

ભક્તિસંગીતનો કાર્યક્રમ

રેસકોર્સમાંબાલભવન ખાતે મહાવીરનગરી ઊભી કરાશે. જેમાં 8 એપ્રિલ સાંજે 7 વાગ્યે ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાશે. સાથે પ્રવીણભાઇ મણિયારને શ્રધ્ધાંજલિ, નિરંજન શાહનું સન્માન, ગરીબ બાળકોને ફનવર્લ્ડની પિકનિક, કેરીના રસનું વિતરણ, ગાયને ઘાસચારો અપાશે.

જૈનમ દ્વારા ધર્મયાત્રા-ધર્મસભા

9એપ્રિલે કિસાનપરા ચોકથી ધર્મયાત્રા સવારે 8 વાગ્યે નીકળશે. જે ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં પૂર્ણ થઇ ધર્મયાત્રામાં ફેરવાશે. મહાવીર રથ, ધર્મધ્વજા રથ આગળ રહેશે.

જાગનાથદેરાસરે આંગી

ભગવાનવીર પ્રભુના જન્મ કલ્યાણક નિમિત્તે જાગનાથ પ્લોટ દેરાસરે 50 લાખના સાચા હીરાની આંગી કરવામાં આવશે. જેના દર્શન સાંજના 6થી રાત્રિના 12 સુધી થશે. મહાપૂજા ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાશે.

સ્થાનકવાસી જૈન સમાજ દ્વારા સવારે 7.30 વાગ્યે ત્રિકોણબાગથી પ્રભાતફેરી નીકળશે. જે વિરાણી પૌષધશાળા ખાતે પૂર્ણ થશે. બાદમાં ધર્મસભાને સુશાંત મુનિ સંબોધશે. યાત્રામાં જોડાનારને લક્કી ડ્રોના કૂપન અપાશે અને સોનાનો ચેઇન, ગિન્ની, ચાંદીની ગિન્ની ભેટ અપાશે.

8 એપ્રિલના પ્રભાતફેરી

24 તીર્થંકરોના 24 ફ્લોટ સાથે ધર્મયાત્રા નીકળશે

અન્ય સમાચારો પણ છે...