• Gujarati News
  • National
  • ચેમ્બરનું આજે ‘છેલ્લું બોર્ડ’, હવે ત્રણ મહિનામાં ચૂંટણી થશે

ચેમ્બરનું આજે ‘છેલ્લું બોર્ડ’, હવે ત્રણ મહિનામાં ચૂંટણી થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સમીર શાહનું ગુરુવારે ‘છેલ્લું બોર્ડ’ હોવાથી ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે. નિયમ મુજબ 90 દિવસમાં ચૂંટણી કરવાની હોય છે, તેથી ચૂંટણી સમિતિની જાહેરાત કરવામાં આવશે. ઉપરાંત ચૂંટણી નજીક હોવાથી ચેમ્બરમાં સક્રિય બન્ને જૂથ પોતાના મતદારો વધારવા માટે સક્રિય થયા છે. ગુરુવારે સમીર શાહના અંતિમ બોર્ડમાં 640 સભ્યોની એન્ટ્રી થશે. જેથી ચેમ્બરને 10.70 લાખની આવક થશે. સમીર શાહનું જૂથ અને મહાજન સંસ્થાની છબી ખરડાતી અટકાવવા કારોબારી સભ્યપદેથી રાજીનામું આપનાર ઉપેન મોદી અને તેમની ટીમ વચ્ચે આગામી ચૂંટણીમાં જંગ થશે. ચેમ્બરની વર્તમાન કારોબારી સમિતિની મુદત આગામી 31 માર્ચે પૂરી થઇ રહી છે, ત્યારે પ્રમુખે 30 માર્ચે બોર્ડ બેઠક બોલાવી છે અને તેમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. ચેમ્બરની ચૂંટણીમાં બે જૂથ વચ્ચે જંગ થશે તે નક્કી છે, ત્યારે ગુરુવારની બોર્ડ બેઠકમાં બન્ને જૂથ પોતાના વધુમાં વધુ મતદારો એન્ટ્રી કરે તેવા પ્રયાસ કરી રહ્યા છે. બોર્ડ બેઠકમાં 270 નવા સભ્યો, 370 સભ્યો રિન્યૂ ફી ભરશે. 31 માર્ચ સુધી રિન્યૂ ફી ભરી શકાય છે તેથી હજુ 50થી વધુ સભ્યો રિન્યૂ ફી ભરે તેવી સંભાવના છે.

શાહ સામે પ્રતિષ્ઠિત વેપારીઓ ઉદ્યોગપતિઓ સક્રિય થયા

રાજકોટચેમ્બર ઓફ કોમર્સમાં હત્યા કેસના આરોપી સમીર શાહ તત્કાલીન પ્રમુખ શિવલાલ બારસિયાને હટાવી પ્રમુખ બની જતા શહેરના પ્રતિષ્ઠિત વેપારીઓ અને ઉદ્યોગપતિઓમાં રોષ જોવા મળી રહ્યો છે. મહાજન સંસ્થામાં કાવાદાવા કરી આગામી ટર્મમાં આઇપીપી બનવાના સપનાં જોતા સમીર શાહ સામે ચેમ્બરમાં નિષ્ક્રિય થઇ ગયેલા પ્રતિષ્ઠિત વેપારીઓ-ઉદ્યોગપતિઓ સક્રિય થયા છે.

મતદારોની સંખ્યા વધારવા બન્ને જૂથ સક્રિય

અન્ય સમાચારો પણ છે...