ઈભલા બાદ 7 આરોપીની પણ \"સરભરા\'

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીરોડ પર જૂના સિટી સ્ટેશન પાસે રહેતા કુખ્યાત ઇભલા અને તેના બનેવી નામચીન યુસુફ વચ્ચે શનિવારે બોલાચાલી થયા બાદ બંને જૂથ સામસામે આવી ગયું હતું અને વિસ્તારમાં આતંક મચાવ્યો હતો. પોલીસે બંને જૂથના 44 શખ્સ સામે ગુનો નોંધી ત્રણ મહિલા સહિત સાતની ધરપકડ કરી જાહેરમાં ‘સરભરા’ કરી હતી.

રાજીવનગરમાં રહેતા કુખ્યાત ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો કરીમ કાથરોટિયા (ઉ.વ.29)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના બનેવી યુસુફ ગફાર કટારિયા, અબ્રાહમ ગફાર, ઇમરાન ઉર્ફે વીટી ગફાર, આયશુબેન ઇબ્રાહીમ, યાસ્મીન યુસુફ, યાસ્મીન અબ્દુલ, અલી કાસમ, અનવર અલી કટારિયા તથા 20 અજાણ્યા શખ્સોના નામ આપ્યા હતા. ઇબ્રાહીમ ઉર્ફે ઇભલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, દસ વર્ષ પહેલા તેની બહેન યાસ્મીનને તેનો ફઇનો પુત્ર યુસુફ ગફાર કટારિયા ભગાડી ગયો હતો, વખતે ઇભલાએ સમ ખાધા હતા કે ‘તમારી બહેનને ભગાડીને માર ઘરમાં બેસાડીશ’. ત્રણ વર્ષ પૂર્વે ઇભલો યુસુફની બહેન નુરજહા ઉર્ફે નુરીને ભગાડી ગયો હતો અને હાલમાં પણ નુરી ઇભલા સાથે રહે છે. જે બાબતનો ખાર રાખી ઉપરોક્ત આરોપીઓએ શનિવારે ધોકા-પાઇપ છરીથી ઇભલા સહિતનાઓ પર હુમલો કર્યો હતો અને નુરી પાસે રહેલા રોકડા રૂ.1200 તથા મોબાઇલ લૂંટી લઇ વાહનોમાં તોડફોડ કરી હતી.

પોલીસે ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો, તેના બે ભાઇ મહેબુબ ઉર્ફે મેમલો, સલીમ ઉર્ફે સલો, આયશુબેન ઇબ્રાહીમ, યાસ્મીન યુસુફ, યાસ્મીન અબ્દુલ અને સામાપક્ષના ઇબ્રાહીમ કટારિયા સહિત સાતની ધરપકડ કરી હતી. મોરબી રોડ પર છાશવારે આતંક મચાવતા ઇભલા અને તેના ભાઇઓને રવિવારે ક્રાઇમ બ્રાંચના પીઆઇ હિતેષ ગઢવી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે લઇ ગયો હતો અને ત્યાં આરોપીઓને ‘કૂકડા’ બનાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.

બંને જૂથના 44 લોકો સામે ધાડ-હત્યાની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો’તો

મોરબી રોડ પર જૂથ અથડામણની ઘટના બાદ પોલીસ કમિશનર આકરાં પાણીએ

અન્ય સમાચારો પણ છે...