• Gujarati News
  • National
  • મણિયાર દેરાસરથી સુપાર્શ્વનાથદાદાની શોભાયાત્રા નીકળી

મણિયાર દેરાસરથી સુપાર્શ્વનાથદાદાની શોભાયાત્રા નીકળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | 190વર્ષ પુરાણા 24 તીર્થંકરોના તીર્થ માંડવી ચોક સ્થિત સુપાર્શ્વનાથદાદાની શોભાયાત્રા રવિવારે સવારે 9 વાગ્યે મણિયાર દેરાસરેથી નીકળી હતી. જેમાં 50 વાજિંત્રો સાથેનું બેન્ડ, 230 લાલ વસ્ત્રધારી બહેનો, 1800થી વધુ પદયાત્રી તેમજ 45 જેટલા ટૂ-વ્હિલર, ફોર વ્હિલર સહિતના વાહનો જોડાયા હતા. અંગે માંડવી ચોક જૈન દેરાસરના પ્રમુખ જીતુભાઇ ચાવાળાના જણાવ્યાનુસાર મણિયાર દેરાસરથી સવારે 9 વાગ્યે પ્રસ્થાન બાદ શોભાયાત્રા 11.15 વાગ્યે માંડવી ચોક દેરાસરે પહોંચી હતી. 11.30 થી 11.40 સુધી આચાર્ય ભગવંતોના પ્રવચન બાદ 11.45 વાગ્યે સુપાર્શ્વનાથદાદા સહિત સર્વ તીર્થંકરોને થાળ ધરાયા હતા, જ્યારે 11.50 વાગ્યે સંઘ જમણનો આરંભ થયો હતો. બપોરના 2 વાગ્યા સુધી ચાલેલા 9480 શ્રાવક-શ્રાવિકાઓએ લીધો હતો. અાજની શોભાયાત્રામાં 14 જૈન સંઘો 14 બગીઓમાં પ્રભુજીના પારણા સાથે આવ્યા હતા.

માર્ગમાં ઠેર ઠેર શોભાયાત્રાનું બોલબાલા ટ્રસ્ટ, આશાપુરા યુવક મંડળ, કોઠારિયા નાકા મિત્ર મંડળ, સ્થાનકવાસી જૈન સમાજ, શિવસેના, સોનીબજાર વેપારી મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વિવિધ જૈન સંઘોના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ, જૈન આગેવાનો પણ શોભાયાત્રામાં જોડાયા હતા.

સુપાર્શ્વનાથદાદાની શોભાયાત્રા રવિવારે સવારે 9 વાગ્યે મણિયાર દેરાસરેથી નીકળી હતી. શોભાયાત્રામાં 1800 પદયાત્રી અને 9480 ભાવિકો સંઘ જમણમાં જોડાયા હતા. કળશધારી 230 શ્રાવિકા લાલવસ્ત્રો પહેરી આગળ ચાલી હતી. શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પરથી પસાર થઈ હતી. શોભાયાત્રા બાદ ભાવિકોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...