• Gujarati News
  • રાજકોટ |પ્રાથમિક શિક્ષકોનો આંતર જિલ્લા બદલી કેમ્પ આગામી 30 જુલાઇને

રાજકોટ |પ્રાથમિક શિક્ષકોનો આંતર જિલ્લા બદલી કેમ્પ આગામી 30 જુલાઇને

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |પ્રાથમિક શિક્ષકોનો આંતર જિલ્લા બદલી કેમ્પ આગામી 30 જુલાઇને ગુરુવારના રોજ મોહનદાસ ગાંધી વિદ્યાલય ખાતે રખાયો છે. રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ચેતનાબેન વ્યાસે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં હાલ 40 જગ્યાઓ ખાલી છે આથી સિનિયોરિટી મુજબ 2009માં બદલી માટેની અરજી કરનાર 200 શિક્ષકોને કેમ્પમાં બોલાવવામાં આવ્યા છે. જે શિક્ષકોની બદલી કરાશે તેમને સ્થળ પર આંતર જિલ્લા બદલીના ઓર્ડર આપી દેવાશે.

પ્રાથમિક શિક્ષકોનો ગુરુવારે આંતર જિલ્લા બદલી કેમ્પ