• Gujarati News
  • National
  • મનપાએ પકડેલી 25 ગાયના ઠંડીમાં ઠૂંઠવાઇ જતાં મોત થયા

મનપાએ પકડેલી 25 ગાયના ઠંડીમાં ઠૂંઠવાઇ જતાં મોત થયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર.રાજકોટ

રાજકોટમહાપાલિકાએ શહેરની ભાગોળે મોરબી રોડ પર રોણકી ગામ પાસે બનાવેલી એનિમલ હોસ્ટેલમાં રાખેલા પશુમાંથી એકસાથે 25થી વધુ ગાયનાં મોત નીપજતાં અરેરાટી ફેલાઇ ગઇ છે. સતત બે દિવસના વરસાદી માહોલ અને સોમવારે રાતથી ફૂંકાતાં બર્ફિંલા પવનમાં ઠૂંઠવાઇને મૃત્યુ નીપજ્યું હોવાનું કારણ મનપાના ઢોર ડબ્બાના ઇન્ચાર્જ ડો. ઝાકાસણિયાએ આપ્યું છે.

મહાપાલિકાએ શહેરની ચારેય દિશામાં એનિમલ હોસ્ટેલ બનાવી છે, પરંતુ માલધારીઓ તેના પશુ એનિમલ હોસ્ટેલમાં મોકલતા નહીં હોવાથી અને ઢોરને રસ્તા પર રઝળતા મૂકી દેતા હોવાથી તંત્રે શહેરના માર્ગો પરથી પકડાતા ઢોરને એનિમલ હોસ્ટેલમાં રાખવાનું શરૂ કર્યું છે. પૈકી શહેરના મોરબી રોડ પર રોણકી ગામ પાસેની એનિમલ હોસ્ટેલમાં ઢોર રાખવામાં આવ્યા છે. પશુને ખુલ્લામાં રાખવામાં આવતા હોય સતત બે દિવસમાં પશુ ઉપર આભ અને નીચે ધરતી વચ્ચ ખુલ્લામાં રહેતા હોય ઠંડીની ઝપટમાં આવી ગયા છે. મંગળવારે ઢોર ડબ્બાના ઇન્ચાર્જ ડો. ઝાકાસણિયાને જાણ કરવામાં આવી હતી કે, અમુક પશુ બીમાર થઇ ગયા છે, બેભાન હાલતમાં હોય એવું લાગે છે. સમાચાર મળતાં તેઓ વેટરનરી તબીબોની ટીમ સાથે દોડી ગયા હતા. સ્થળ પર જઇને જોતા સંખ્યાબંધ પશુઓ મૃત્યુ પામ્યા હોવાનું જણાયું હતું. ઢોર ડબ્બાના ઇન્ચાર્જ ડો. ઝાકાસણિયાના સત્તાવાર કહેવા મુજબ 25 પશુઓનાં મોત નીપજ્યા છે. મોત નીપજવા પાછળ વરસાદી ઠંડીનું કારણ સત્તાવાર રીતે આપવામાં આવ્યું છે.

એનિમલ હોસ્ટેલમાં બચેલા પશુને અન્યત્ર ખસેડવા પડ્યા

પશુના મૃતદેહના નિકાલ માટે મહાપાલિકાએ ખાનગી કોન્ટ્રાક્ટ આપેલો છે. સોખડા ગામ પાસે પાસે આઇ.ઓ.સી.ના પ્લાન્ટ પાછળ ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવ્યું છે. મંગળવારે મૃત્યુ પામેલા તમામ પશુઓના મૃતદેહને સોખડામાં ઊંડા ખાડા કરી દફનાવી દેવાયા બાદ જેસીબી ફેરવી દેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...