• Gujarati News
  • National
  • રાજકોટ મનપાની ચૂંટણી ઓક્ટોબરમાં થવાના નિર્દેશ

રાજકોટ મનપાની ચૂંટણી ઓક્ટોબરમાં થવાના નિર્દેશ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રથમ વખત સ્લીપ વિતરણ કરાશે

એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર. રાજકોટ

રાજકોટસહિતની મહાનગરપાલિકાઓ અને 56 નગરપાલિકાઓની ચૂંટણી આગામી ઓક્ટોબર માસના પ્રથમ સપ્તાહમાં પૂર્ણ કરી લેવાનો નિર્દેશ રાજ્ય ચૂંટણીપંચના સૂત્રોએ આપ્યા છે.

ચૂંટણીપંચના સચિવ મહેશભાઇ જોશીએ જણાવ્યું હતું કે ગત વખતે મહાનગરપાલિકાઓની ચૂંટણી 10 ઓક્ટોબરના રોજ યોજાઇ હતી અને ત્યારબાદ તેની સામાન્ય સભા યોજાઇ હતી. ચૂંટણીપંચના કાયદાનુસાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ પ્રથમ સાધારણ સભા યોજાઇ હોય તેના પાંચ વર્ષ પૂરા થતા હોય તે પહેલા ચૂંટણી પૂરી કરી લેવાની જોગવાઇ છે. આથી તે પ્રમાણે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા આયોજન કરાશે. ચૂંટણીની તારીખ નક્કી થતાં રાજ્ય ચૂંટણીપંચના કમિશનર વરેશ સિન્હા તેની જાહેરાત કરશે. વખતે ચૂંટણીમાં ફરજિયાત મતદાન સંદર્ભે મતદારોને વોટર સ્લીપ આપવી કે કેમ તે સ્થાનિક લેવલે કલેક્ટર નક્કી કરશે.

અન્ય સમાચારો પણ છે...