• Gujarati News
  • National
  • રાજકોટ કોમોડિટી એક્સચેન્જમાં વાયદાની રિંગ સંદર્ભે માહિતી મેળવતી સેબીની ટીમ

રાજકોટ કોમોડિટી એક્સચેન્જમાં વાયદાની રિંગ સંદર્ભે માહિતી મેળવતી સેબીની ટીમ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટકોમોડિટી એક્સચેન્જનું સ્ટોક એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં મર્જર કરવા અંગેની પ્રક્રિયા હાથ ધરતા સેબીના નવ અધિકારીની ટીમનું આગમન થયું હતું, જેમાં ત્રણ જનરલ મેનેજરો હતા. સેબીની ટીમે રાજકોટ કોમોડિટી એક્સચેન્જ (આરસીએક્સ)ના મર્જર અંગે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ સાથે બેઠક યોજી એક્સચેન્જની વિઝિટ લીધી હતી. રાજકોટમાં માત્ર એરંડા વાયદાના કામકાજ થાય છે. વાયદાની રિંગ અંગે સેબીની ટીમે માહિતી મેળવી હતી. ગુરુવારે મુંબઇમાં સેબીના ચેરમેન સાથે બેઠક યોજાશે

કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ બજેટમાં જાહેરાત કરી હતી તે મુજબ હવે ફોરવર્ડ માર્કેટ કમિશનનું સેબીમાં વિલીનીકરણ કરવામાં આવનાર હોય. રાજકોટ કોમોડિટી એક્સચેન્જ સહિતના રિજનલ એક્સચેન્જ હવે સીધા સેબી હેઠળ આવી જશે અને તે પ્રક્રિયા અંતર્ગત રાજકોટ કોમોડિટી એક્સચેન્જની વિઝિટ માટે સેબીની ટીમ રાજકોટ ખાતે આવી પહોંચી હતી. ટીમમાં ત્રણ સેબીના જનરલ મેનેજર શશીકુમાર, મનોજ કુમાર અને સુનિલ કુમાર તથા અન્ય સભ્યો હતા, તેમણે આરસીએક્સના મેમ્બર્સ અને બ્રોકર્સની સંખ્યા, ટર્નઓવર, કોમોડિટીવાઈઝ વોલ્યુમ સહિતની બાબતો અંગેની ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી.

સેબીની ટીમે રાજકોટ કોમોડિટી એક્સચેન્જના પ્રેસિડેન્ટ રાજુભાઈ પોબારૂ સહિતના ડાયરેક્ટર્સ સાથે ચર્ચા વિચારણા કરી હતી, તેમજ એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર પી.બી.પાઠક પાસેથી પણ વિગતો મેળવી હતી. રજિસ્ટ્રેશન ફીના મામલે પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. સેબીના નિયમ અનુસાર વાર્ષિક રજિસ્ટ્રેશન ફી રૂ.50 હજાર છે જેની સામે વન ટાઈમ રજિસ્ટ્રેશન ફી રૂ.10 હજાર રાખવા રાજકોટ કોમોડિટીના હોદ્દેદારોએ રજૂઆત કરી હતી. 30 જુલાઇના રાજકોટ કોમોડિટી એક્સચેન્જના ચેરમેન મુંબઇમાં સેબીના ચેરમેનને રૂબરૂ મળશે અને અહીની મુશ્કેલી અંગે વાકેફ કરશે.

ગુરુવારે મુંબઇમાં સેબીના ચેરમેનની રાજકોટના હોદ્દેદારો સાથે બેઠક

અન્ય સમાચારો પણ છે...