• Gujarati News
  • National
  • માય ડિયર આર્ટિસ્ટ, યુ આર વન્ડરફૂલ સાયન્ટિસ્ટ..

માય ડિયર આર્ટિસ્ટ, યુ આર વન્ડરફૂલ સાયન્ટિસ્ટ..

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવાપેઢી દ્વારા કલામને અનોખી સલામ

અપરિણીત ડો. કલામ મિસાઇલોને હંમેશા પોતાના સંતાન ગણાવતા

રાજકોટ | ભારતના મિસાઇલમેન ભારત રત્ન પૂર્વ રાષ્ટ્રપિત ડો.અવુલ પકિર જૈનુલબ્દીન અબ્દુલ કલામનું એક બહુ જાણીતું સૂત્ર છે કે ‘સમર્પિતતા વગર સફળતા મળે અને,જો સમર્પિત હો તો ક્યારેય નિષ્ફળ નહી થાઓ.’ જીવન સૂત્રને તેઓ પણ જીવનભર વળગી રહ્યા. એટલે સુધી કે યુવાનીમાં ધ્યેય સિધ્ધ કરવામાં એટલા ઓતપ્રોત રહ્યા કે તેમના સાથીદાર ડો.રાજનના કહેવા મુજબ તેઓ ખરા અર્થમાં લગ્ન કરવાનું ભૂલી ગયા. તેઓ હંમેશાં ભારત માટે તૈયાર કરેલા મિસાઇલોને પોતાના સંતાન ગણાવતા હતા. ડો. કલામનું બહુ જાણીતું પુસ્તક ‘ઇન્ડિયા 2020 વિઝન ફોર ન્યૂ મિલેનીયમ’ના સહલેખક હતાં. તેમના સાથીદાર અને જાણીતા વૈજ્ઞાનિક ડો. વાય.એસ. રાજન. તેઓ ડો. કલામ સાથે રાજકોટની કેટલીક મુલાકાતમાં સાથે રહ્યા હતા. તેઓ રાજકોટના રામકૃષ્ણ આશ્રમમાં તત્કાલીન અધ્યક્ષ પૂ.સ્વામી જિતાત્માનંદજી પાસે ત્રણ દિવસ ધ્યાન સાધના માટે થોડા પૂર્વે આવ્યા હતા. તેમણે એક મુલાકાતમાં ડો.કલામના કેટલાક રસપ્રદ કિસ્સા વાગોળ્યા હતા. જેમા તેમના કહેવા મુજબ કલામના લગ્ન એક વખત નક્કી તો થયા હતા. લગ્નનો દિવસ પણ નક્કી થયો હતો, પરંતુ પોતાના સંશોધનોમાં વ્યસ્ત ડો.કલામને જ્યારે યાદ આવ્યું ત્યારે ચારેક દિવસ મોડું થઇ ગયું હતું. બસ પછી ક્યારેય બાબત તેમણે છેડી નહીં. ડો.રાજનના કહેવા મુજબ તેઓને પોતાનો પરિવાર એટલે તેમની લેબોરેટરી અને સંતાનો એટલે તેમને જીવ રેડીને તૈયાર કરેલા અગ્નિ સહિતના મિસાઇલો. ડો. વાય.અેસ.રાજન તેમને (ડો.કલામને) આધુનિક ઋષિ તરીકે ઓળખાવતા હતા. તેમના કહેવા મુજબ એક સમયે જ્યારે મિસાઇલ ક્ષેત્રે ભારત સ્વાવલંબી હતું ત્યારે ઇન્ટરમીડિયેટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ ‘અગ્નિ’ અને સરફેસ ટૂ સરફેસ મિસાઇલ ‘પૃથ્વી’ની સફળતામાં ડો.કલામનો સિંહફાળો રહ્યો હતો.

કલામ પ્રેમી સ્ટુન્ડ આશિષ પાલાએ પોતાના વોટ્સઅપ અને ફેસબુક પ્રોફાઇલ પિક્ચરમાં કલામના ફોટા મુક્યા છે.

અભિવાદન | વર્ષ2009માં તેમણે બાલભવનના ડો. અશોક મહેતા આર્ટસ એન્ડ સાયન્સ ભવનનું ઉદ્દઘાટન કર્યું હતું અને તેના આર્કિટેક્ટ સુરેશભાઈ સંઘવી તથા રિખવ સંઘવીનું સન્માન કર્યું હતું.

‘ઇન્ડિયા 2020 વિઝન ફોર ન્યૂ મિલેનીયમ’ને પુસ્તકના સહ લેખક ડો. રાજન પુસ્તકને ડો.કલામની એક અદભુત દીર્ઘદૃષ્ટિનું પરિણામ ગણાવે છે. ભારત 2020 સુધીમાં વિશ્વની ટોચની ચાર આર્થિક મહાસત્તામાં કઇ રીતે સમાવિષ્ઠ થાય તેની વાત બહુ સચોટ રીતે કરાઇ હતી. જેમા ભારતની એક રાષ્ટ્ર તરીકેની નબળાઇઓ અને તેના સબળ પાસાઓનું ઊંડાણપૂર્વકનું રસપ્રદ આકલન કરવામાં આવ્યું હતું.

‘ઇન્ડિયા 2020’

પુસ્તક કલામની

દીર્ધદૃષ્ટિનું પરિણામ

રાજકોટ સ્વામીનારાયણ મંદિરના સંતોએ પણ બે મિનિટનું મૌન પાડી સંભારણા યાદ કર્યા હતા.

ડો.અબ્દુલ કલામના સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓએ ડો.કલામના જીવન વિશે તૈયાર કરેલ હસ્તલિખિત અંકનું વિમોચન ડો.કલામે કર્યું હતું. સ્કાઉટ ગાઇડના વિદ્યાર્થીઓને સેવાઓ બદલ ડો.કલામના હસ્તે એવોર્ડ અપાયો હતો. તે સંસ્મરણો ગુલાબભાઇ જાની, ઉષાબેન જાનીએ તાજા કર્યા હતા.

રાજકોટ : ડો. કલામ રાષ્ટ્રપતિ હતા ત્યારે 5 સપ્ટે. 2003ના રોજ તેમણે બાલભવનની મુલાકાત લીધી હતી, પ્રસંગે તેમને આવકારવા રાજકોટના કલાકાર પ્રદીપ દવેએ પાણીની અંદર ગાંધીજી અને ડો. કલામ સાહેબની રંગોળી બનાવી હતી. રંગોળીમાં વૈજ્ઞાનિક સિધ્ધાંતનો ઉપયોગ કરાયો હતો અને તે જોઇને ડો. કલામ ખૂબ ખુશ થયા હતા. સ્મૃતિ તાજી કરતા પ્રદીપભાઇ કહે છે “ડો. કલામે રંગોળી જોયા પછી હાથેથી પાણી ડહોળ્યું, પણ રંગોળી હતી તેવી ને તેવી રહી. પછી એમણે તુર્ત મને બોલાવ્યો. તેમણે પૃચ્છા કરતા મેં રંગોળી પાછળના વૈજ્ઞાનિક સિધ્ધાંતની તેમની સાથે ચર્ચા કરી.” કલામ સાહેબ ખૂબ ખુશ થયા. તેમણે મને કહ્યું “માય ડિયર આર્ટિસ્ટ યુ આર વન્ડરફૂલ સાયન્ટિસ્ટ. તેમણે મારી સાથે 10 મિનિટ સુધી ચર્ચા કરી. રંગોળીનું મારું આલ્બમ નિહાળ્યું અને પછી મને પૂછ્યું કે શું હવે હું જઇ શકું..” પ્રદીપભાઇ સજળ નયને કહે છે “ભારતના રાષ્ટ્રપતિની સાદગી, સરળતા અને આત્મીયતા હું કદી ભૂલી શકીશ નહીં, કલામ સાહેબ સદા મારા દિલમાં રહેશે..”

પાણીની અંદર રંગોળી જોઇ ડો. કલામ બોલી ઊઠ્યા’તા

કલામને રાજકોટની

અન્ય સમાચારો પણ છે...