તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કમિશનથી ચલણની નોટ બદલી દેનારો શખ્સ પોલીસ પકડથી દૂર

કમિશનથી ચલણની નોટ બદલી દેનારો શખ્સ પોલીસ પકડથી દૂર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે બે શખ્સોને 6 લાખની નોટો સાથે ઝડપી લીધા’તા

રૂ.2હજારની દરની 6 લાખની નોટો સાથે પોલીસે બે શખ્સોને ઝડપી લેતા કમિશનથી જૂની નોટોની બદલી થતી હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. કમિશનથી નવી નોટ દેવાનો સોદો કરનાર લક્ષ્મીવાડીના શખ્સની પોલીસે શોધખોળ જારી રાખી હતી, તો ઝડપાયેલા બંને શખ્સો પાસે રૂ.2 હજારના દરની નોટોના સિરિયલ નંબરના બંડલ ક્યાંથી આવ્યા, કોઇ બેંક કર્મચારીની ભૂંડી ભુમિકાની ગંધ ઉઠતાં પોલીસ અને ઇન્કમટેક્સ વિભાગે અંગે તપાસ શરૂ કરી હતી.

સાધુવાસવાણી રોડ પરના પામસિટીમાં રહેતા હિરેન મહેશ ચાંઉ અને પ્રતીક કીર્તિ કાત્રોડિયાને ગુરુવારે રાત્રે આજીડેમ પોલીસે કોઠારિયા ચોકડી પાસેથી શંકાસ્પદ હાલતમાં અટકાવ્યા હતા. પોલીસની તલાશી દરમિયાન બંને શખ્સો પાસેથી રૂ.2 હજારના દરની 6 લાખની નોટો મળી આવી હતી. પોલીસે રૂ.2 હજારની નોટના ત્રણ બંડલ કબજે કરી પૂછપરછ કરતાં બંનેએ કબૂલાત આપી હતી કે, લક્ષ્મીવાડીના સંજય ઉર્ફે મોન્ટુ ઝાલાએ રૂ.9 લાખની જૂની નોટોના બદલામાં રૂ.6 લાખનું નવું ચલણ રાજેશ પટેલને આપવાનો સોદો કર્યો હતો, બંને શખ્સો રાજેશ પટેલ સુધી પહોંચે તે પહેલા પોલીસે દબોચી લીધા હતા.

કુવાડવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ કુવાડિયાએ જણાવ્યું હતું કે, કબજે થયેલા ત્રણ બંડલ પૈકી બે બંડલ સિરિયલ નંબરવાળા છે. નોટબંધી બાદ બેંકમાંથી મર્યાદિત રકમ ઉપડી શકતી હોઇ રૂ.2 હજારની દરના બે બંડલ એટલે કે રૂ.4 લાખ બજારમાં કેવી રીતે આવ્યા તે તપાસનો વિષય છે. પ્રકરણમાં કોઇ બેંકના કર્મચારીની પણ ભૂંડી ભુમિકા હોવાની શંકા સેવાઇ રહી છે. સિરિયલ નંબરના આધારે બેંકની ઓળખ મેળવવા ઇન્કમટેક્સ વિભાગે રિઝર્વ બેંક પાસેથી જરૂરી વિગતો મેળવવા અરજી કરી હતી તેમજ પોલીસે પણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં સિરિયલ નંબરની વિગતો મેળવવા અરજ કરી હતી. કઇ બેંકમાંથી રૂ.2 હજારની નોટોનો બંડલ નીકળ્યા હતા તે વિગતો બહાર આવ્યા બાદ અનેક સ્ફોટક વિગતો બહાર આવવાની શંકા સેવાઇ રહી છે. જો કે પોલીસના હાથમાં સૂત્રધાર ઝડપાયા બાદ કૌભાંડમાં નવા ધડાકાભડાકા થવાની શકયતા છે.

2000ના બંડલ આપનાર બેંકની વિગતો મેળવતું આઇટી

અન્ય સમાચારો પણ છે...