તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • તરણ સ્પર્ધામાં મહારાષ્ટ્ર, કર્ણાટકા અને દિલ્હી છવાયું

તરણ સ્પર્ધામાં મહારાષ્ટ્ર, કર્ણાટકા અને દિલ્હી છવાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતનું પરફોર્મન્સ નબળું, માત્ર ત્રણ બ્રોન્ઝ મેડલ

એડમીનીસ્ટ્રેશન રિપોર્ટર | રાજકોટ

નેશનલલેવલની તરણ સ્પર્ધાના બીજા દિવસે 24 ઇવેન્ટ યોજાઇ હતી અને તેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીના તરવૈયાઓ છવાયા હતાં. જ્યારે ગુજરાતના સ્વિમરોનું પરર્ફોમન્સ નબળું પડ્યું હતું અને માત્ર 3 બ્રોન્જ મેડલ મળ્યા હતાં.

બીજે દિવસે 4 બાય 100 મીટર ફ્રી સ્ટાઇલ, 100 મીટર બટરફ્લાઇ, 50 મીટર બ્રેસ્ટ સ્ટ્રોક, 400 મીટર ફ્રી સ્ટાઇલ, 100 મીટર બટરફ્લાઇની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં મોટા ભાગની સ્પર્ધાઓમાં મહારાષ્ટ્ર, કર્ણાટકા અને દિલ્હીની ટીમો છવાઈ હતી. તેના બાદ તમિલનાડુના સ્વિમરોએ પણ સિલ્વર અને બ્રોન્જ મેડલો મેળવ્યા હતાં.

જ્યારે 4 બાય 100 મીટર ગર્લ્સમાં ગુજરાતને બ્રોન્જ મેડલ મળ્યો હતો.

ઉપરાંત 400 મીટર ફ્રી સ્ટાઇલમાં ગુજરાતના આર્યન નહેરાને બ્રોન્જ મેડલ મળ્યો હતો. તેમજ 100 મીટર બટરફ્લાઇ ગર્લ્સમાં ગુજરાતની ડોલ્ફી સારંગે બ્રોન્જ મેડલ મળ્યો હતો. અમુક સ્પર્ધાઓમાં કે.વી.એસના તરણવૈયાઓ પણ છવાયા હતાં.

રાષ્ટ્રીય તરણસ્પર્ધામાં બીજા દિવસે શનિવારે 24 ઈવેન્ટ યોજાઈ હતી.

રાષ્ટ્રીય સ્વિમિંગ કોમ્પિટિશનમાં 24 ઈવેન્ટ યોજાઈ

અન્ય સમાચારો પણ છે...