તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રૈયા ચોકડીથી આલાપ વચ્ચે બનશે પેટ્રોલ પમ્પ, મનપા જમીન વેચશે

રૈયા ચોકડીથી આલાપ વચ્ચે બનશે પેટ્રોલ પમ્પ, મનપા જમીન વેચશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એચપીસીએલના રિજિયોનલ મેનેજરે જમીન માગતા રૂ.90 હજારના બજાર ભાવથી વેચાણ કરવા મ્યુનિ. કમિશનરે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મોકલી

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર.રાજકોટ

રાજકોટનાવિકસિત એવા રૈયા ચોકડીથી રૈયા ગામ તરફના વિસ્તારમાં પેટ્રોલપમ્પ બનાવવાની વિચારણા એચપીસીએલના રિજિયોનલ મેનેજરે વ્યક્ત કરીને મહાપાલિકા પાસે જમીન માગી છે. નવા બનેલા ઓડિટોરિયમ નજીક મનપાની માલિકીનો શોપિંગ સેન્ટરના હેતુનો એક પ્લોટ આવેલો છે. તેમાંથી 1200 ચો.મી. પ્લોટ પ્રતિ ચો.મી. રૂ.90 હજારના બજારભાવથી અંદાજીને વેચાણ કરવાની મંજૂરી મ્યુનિ. કમિશનર બંછાનીધિ પાનીએ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ માગી છે.

હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ)એ રૈયા ચોકડી, સાધુ વાસવાણી કે રૈયા ગામ તરફના વિસ્તારમાં પેટ્રોલપમ્પ બનાવવા જમીનની માગણી કરી હતી. મનપા પાસે નવા બનેલા ઓડિટોરિયમ નજીક શોપિંગ સેન્ટરના હેતુનો કુલ 4685 ચો.મી.નો પ્લોટ આવેલો છે. રૈયા ટીપી સ્કીમ નં.4માં અંતિમ ખંડ નં.654માં આવેલા પ્લોટમાંથી 1200 ચો.મી.ની જગ્યા ફાળવી શકાય તેમ હોવાનું જણાવ્યું હતું. એચપીસીએલે સહમત થતા વિસ્તારનો બજારભાવ કઢાવવામાં આવ્યો હતો અને પ્રતિ ચો.મી. રૂ.90 હજારનો ભાવ અંદાજીને 1200 ચો.મી. જગ્યા વેચાણે આપવા માટે દરખાસ્ત તૈયાર કરીને સ્ટેન્ડિંગ કમિટીને મોકલવામાં આવી છે.

ન્યૂ રાજકોટના રૈયારોડ તરફના વિસ્તારમાં એકમાત્ર રૈયા ચોકડીએ પેટ્રોલ પમ્પ છે. સિવાય એક દોઢસો ફૂટ રિંગરોડ પર નવા ફાયર સ્ટેશન પાસે અને યુનિવર્સિટી રોડ પર સાધુ વાસવાણી રોડ શરૂ થાય છે ત્યા છે. વચ્ચેના વિસ્તારમાં પેટ્રોલ પમ્પની સુવિધા આપવા માટે એચપીસીએલએ તૈયારી દર્શાવી છે.

નોંધનીય છે કે, ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં જમીન વેચાણથી આવકનો લક્ષ્યાંક રૂ.50 કરોડ રાખવામાં આવ્યો છે. ગત નાણાકીય વર્ષમાં રૂ.100 કરોડનો રખાયો હતો પરંતુ મનપાની બહુમૂલ્ય મિલકત એવી જમીન વેચીને આવક વધારવાના બદલે આવકના અન્ય સોર્સ ઊભા કરવાના વિચારે વર્ષે ટાર્ગેટ અડધો કરી નખાયો છે.

નોંધનીય છે કે, રૈયા ગામ તરફ જવાના રસ્તે એચપીસીએલ કંપની દ્વારા પેટ્રોલ પંપ બનાવવા માટે મનપા પાસે 1200 ચોરસમીટર જમીન માગવામાં આવી છે.

શોપિંગ સેન્ટરના હેતુના 4685 ચો.મી.માંથી 1200 ચો.મી. જમીન અપાશે

અન્ય સમાચારો પણ છે...