તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વિઠ્ઠલ એપાર્ટમેન્ટની મહિલાઓ અને ‘ભાડુતી’ વચ્ચે જામી પડી

વિઠ્ઠલ એપાર્ટમેન્ટની મહિલાઓ અને ‘ભાડુતી’ વચ્ચે જામી પડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દસેક શખ્સોએ બળજબરીનો પ્રયાસ કર્યાની ફરિયાદ

શહેરનારેસકોર્સ રિંગ રોડ પર આવેલા વિઠ્ઠલ એપાર્ટમેન્ટમાં શનિવારે બપોરે દસેક શખ્સો લાઠીઓ સાથે ઘૂસી ગયા હતા. એપાર્ટમેન્ટની મહિલાઓએ લાઠીદારોનો પ્રતિકાર કરી દેકારો મચાવવા પોલીસ પહોંચી હતી, જોકે બાદમાં સમાધાન થઇ ગયું હતું.

રેસકોર્સ રિંગ રોડ પર મગનલાલ આઇસ્ક્રીમ પાર્લરની બાજુમાં આવેલા વિઠ્ઠલ એપાર્ટમેન્ટમાં શનિવારે દસેક શખ્સો લાઠી સાથે અંદર ઘૂસ્યા હતા, એપાર્ટમેન્ટના લોકોને દબાવવાની કોશિશ કરી રહેલા તત્વોએ ચારમાળના એપાર્ટમેન્ટની પાંચમા માળની એફએસઆઇ ખરીદ કરી હોવાનો દાવો કરી પાંચમો માળ ચણવામાં આવશે તેમ કહેતા બબાલ શરૂ થઇ હતી.

લાઠીદારોના શરણે થવાના બદલે એપાર્ટમેન્ટના 40 ફ્લેટના મહિલાઓ એકત્રિત થઇ ગયા હતા અને ભાડૂતીઓને રોકડું પરખાવવાનું શરૂ કર્યું હતું, એક તબક્કે બંને પક્ષે મામલો તંગ થઇ ગયો હતો, અંગે કોઇ જાગૃત નાગરિકે પોલીસ કન્ટ્રોલરૂમને જાણ કરતા એ.ડિવિઝન પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને બંને જૂથને પોલીસ મથકે પણ લઇ જવાયો હતો, જોકે બાદમાં બંનેપક્ષે સમાધાન થઇ જતાં મામલો પોલીસ દફતરે નોંધાયો નહોતો. પ્રકરણમાં નિવૃત્ત મામલતદારની સંડોવણીની પણ ચર્ચા શરૂ થઇ હતી.

રેસકોર્સ પાસે એપા.માં પાંચમો માળ ચણવા મુદ્ ધમાલ

અન્ય સમાચારો પણ છે...