તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ખેડૂતો જિલ્લા બેંકમાં પૈસા ભરી શકશે, ઉપાડી શકશે

ખેડૂતો જિલ્લા બેંકમાં પૈસા ભરી શકશે, ઉપાડી શકશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવીપાક માટે જિલ્લા બેંક ધિરાણ આપશે

રાજકોટજિલ્લા બેંક રવીપાક માટે જિલ્લાના ખેડૂતોને ધિરાણ પેટે પ્રથમ તબક્કે રૂ.25,000ની રકમ આપશે. જિલ્લા બેંકના ચેરમેન તથા સાંસદ વિઠ્ઠલ રાદડિયાએ શનિવારે જાહેરાત કરી હતી. રકમ નાબાર્ડ પાસેથી મેળવવામાં આવશે. ખેડૂતોએ માટે શાખપત્રક ભરી સહકારી મંડળીઓને અાપવાના રહેશે. કાર્યવાહી યુદ્ધના ધોરણે પૂર્ણ થાય માટે રવિવારે પણ જિલ્લા બેંકની તમામ 186 શાખા તથા તમામ ગામની સહકારી મંડળીઓ ખુલ્લી રહેશે. જો કે ખેડૂતોના હાથમાં રકમ આવતા ઓછામાં ઓછું અઠવાડિયું થઇ જશે. પણ તેમ છતાં અત્યારે અત્યંત નાણાભીડ ભોગવતા લાખો ખેડૂતો કમસેકમ વાવેતર કરવા પૂરતા સક્ષમ બની શકશે. રાજકોટ જિલ્લા બેંક ખાતે શનિવારે મળેલી બેઠકમાં જિલ્લા બેંકના તમામ હોદ્દેદારો, તમામ શાખાઓના મેનેજર્સ તથા સહકારી મંડળીના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સહકારી મંડળીના સંચાલકોને આખી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવા માટેની સમજણ પણ આપવામાં આવી હતી.

રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન વિઠ્ઠલ રાદડિયાએ બેંકના મેનેજર્સ તથા સહકારી મંડળીના પદાધિકારીઅઓને ધિરાણ અંગેની સમજણ આપી હતી.

ખેડૂતે શાખપત્રક ભરવાનું રહેશે

1ખેડૂતોએસહકારીમંડળી પાસેથી શાખપત્રક મેળવી તેમાં વાવેતર એરિયા, પાકની વિગત તથા આર્થિક જરૂરિયાતની વિગત ભરી અે શાખપત્રક સહકારી મંડળીને આપવાનું રહેશે.

2સહકારીમંડળીશાખપત્રક જિલ્લા બેંકને આપશે અને તમામ દસ્તાવેજો જિલ્લા બેંક નાબાર્ડ સમક્ષ રજૂ કરી લોનની ડિમાન્ડ કરશે. ત્યારબાદ નાબાર્ડ અે રકમ મંજૂર કરશે.

કઇ રીતે પૈસા મળશે ?

નાબાર્ડેરાજકોટ જિલ્લા માટે રૂ.550 કરોડની લોન મંજૂર કરેલી છે. સરકારે ખેડૂતો માટે સહકારી મંડળીઓને રૂ.21000 કરોડ આપવાની જાહેરાત કરી છે. રકમ નાબાર્ડ મારફત આપવામાં આવશે. રાજકોટ જિલ્લા બેંક તમામ જરૂરી દસ્તાવેજો સાથે સોમવારે નાબાર્ડ સમક્ષ ડિમાન્ડ મુકશે. નાબાર્ડ પ્રથમ તબક્કે રૂ.150 કરોડ મંજૂર કરશે તેવી અપેક્ષા છે. બાદમાં નાબાર્ડ જે તે કરન્સી ચેસ્ટ બેંકને રકમ જિલ્લા બેંકને રોકડ સ્વરૂપે આપવાની સૂચના આપશે. રકમ મળ્યે જિલ્લા બેંક જિલ્લાભરની સહકારી મંડળીઓને તેમણે કરેલી માગણી મુજબ રોકડ રકમ આપશે અને બાદમાં રોકડ રકમ સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને અપાશે.

આજે જિલ્લા બેંકની તમામ શાખા તથા તમામ ગામની સહકારી મંડળી ખુલ્લી રહેશે

રાદડિયાની જાહેરાત : અઠવાડિયામાં નાબાર્ડની લોન મળી જશે

રાદડિયા ખીજાયા

એકખેડૂતે જિલ્લા બેંકમાં પૈસા ભરાતા નથી કે ઉપાડી શકાતા નથી તેનું રટણ કરતા રાદડિયાએ ખીજાઇને જણાવ્યું હતું કે, મને પૂછીને પૈસા ઘરમાં રાખ્યા હતા ? હવે જાઓ રિઝર્વ બેંકમાં પૈસા ભરી આવો.

ખેડૂતોને2%થી ધિરાણ મળશે

ધિરાણબદલ જિલ્લા બેંક તથા સહકારી મંડળીઓ પોતાનું કમિશન નહીં લે એટલે ખેડૂતોને માત્ર 2 ટકે ધિરાણનો લાભ મળશે.

વિઠ્ઠલભાઇએ જણાવ્યું હતું કે, કેટલાક તત્ત્વો જિલ્લા બેંક બંધ થઇ જશે એવી અફવા ફેલાવે છે. તેમણે મજાકમાં કહ્યું હતું કે, બેંક બંધ થાય તો પણ ખેડૂતોને ફાયદો છે કારણ કે બેંકે ખેડૂતોને 900 કરોડનું ધિરાણ આપ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, મારા માટે રાજકારણ કરતા ખેડૂતોનું હિત વધારે મહત્ત્વનું છે. તે માટે ગતે તે સરકાર સામે લડવું પડે તો મારી તૈયારી છે. તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, 30 ડિસેમ્બર સુધીમાં ખેડૂતો જિલ્લા બેંકમાં પૈસા ભરી પણ શકશે અને ઉપાડી પણ શકશે. જો એવું કરાવવામાં હું નિષ્ફળ જાઇશ તો જાહેર જીવન છોડી દઇશ તેવો પડકાર પણ તેમણે કર્યો હતો.

વ્યવસ્થા કરાવી શકે તો જાહેર જીવન છોડી દેવાનો વિઠ્ઠલનો હુંકાર

રાદડિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો

અન્ય સમાચારો પણ છે...