તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બંધ અંગે શાળા કોલેજોના સંચાલકો ભારે અ‌વઢવમાં

બંધ અંગે શાળા-કોલેજોના સંચાલકો ભારે અ‌વઢવમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | રાજકોટ

નોટબંધીનાવિરોધમાં 28મીએ દેશભરમાં બંધનું એલાન અપાયું છે ત્યારે રાજકોટ શહેર-જિલ્લામાં શાળા-કોલેજો ચાલુ રાખવી કે બંધ રાખવી તે મુદ્દે સંચાલકો અવઢવમાં મુકાયા છે. બીજીતરફ શનિવારે વાલીઓએ સોમવારે સ્કૂલ ચાલુ છે કે બંધω તે જાણવા સ્કૂલોમાં પૂછપરછનો મારો ચલાવ્યો હતો.

રાજકોટ શહેર-જિલ્લામાં આગામી 28મીએ બંધના એલાનને સફળ બનાવવા શહેર-જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ કવાયત શરૂ કરી છે અને બંધ સફળ રહે તે માટે વેપારી એસોસિએશનો અને ઔદ્યોગિક એસોસિએશનોને સહકાર આપવા અપીલ કરી છે. ઉપરાંત સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ સંચાલક મંડળને પણ સ્કૂલો બંધ રાખી બંધમાં ટેકો આપવા એનએસયુઆઇ અને કોંગ્રેસે અપીલ કરી છે.

રાજકોટની સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ સંચાલક મંડળના પ્રમુખ જતીનભાઇ ભરાડનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, બંધને ટેકો આપવા કોંગ્રેસે અપીલ કરી છે પરંતુ મુદ્દે હજુ સુધી કોઇ નિર્ણય લીધો નથી. સોમવારે સ્કૂલો ચાલુ રહેશે.

યુનિવર્સિટીની પરીક્ષા માટે પોલીસ બંદોબસ્ત મગાયો

કુલપતિડો.પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે સોમવારે કોલેજો રાબેતા મુજબ ચાલુ રહેશે. હાલમાં કોલેજોમાં પરીક્ષા ચાલી રહી છે ત્યારે બંધના એલાનના પગલે કોઇ અનિચ્છનીય ઘટના બને તે માટે તમામ કોલેજો પર પોલીસ બંદોબસ્ત મુકવા માગણી કરાઇ છે.

વાલીઓનો સ્કૂલ પર પૂછપરછનો મારો

અન્ય સમાચારો પણ છે...