તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ડ્રાઇવિંગ શીખી રહેલા બેંક કર્મચારીએ કાર કેબિનમાં ઘૂસાડી દીધી, ચારને ઇજા

ડ્રાઇવિંગ શીખી રહેલા બેંક કર્મચારીએ કાર કેબિનમાં ઘૂસાડી દીધી, ચારને ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્લમ ક્વાટર્સમાં રહેતા કાર ચાલકની પોલીસે કરી ધરપકડ

શહેરનાજામનગર રોડ પર મોરબી હાઉસ પાસે શનિવારે સવારે બેકાબુ બનેલી કાર રોડની બાજુમાં આવેલી ચાની કેબીનમાં ઘુસી ગઇ હતી. કાર કેબીનમાં ઘુસી જતાં નાસભાગ મચી ગઇ હતી અને ચાર વ્યક્તિને ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પોલીસે કાર શીખી રહેલા અને અકસ્માત સર્જનાર બેંક કર્મચારીની ધરપકડ કરી હતી.

જામનગર રોડ પર મોરબી હાઉસ પાસે સવારે દશેક વાગ્યે એક સ્વિફ્ટ કાર પૂરપાટ ઝડપે ધસી આવી હતી. કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રસ્તાના ખુણા પર આવેલી ચા અને પાનની કેબીનમાં ઘુસી ગઇ હતી. અચાનક પૂરપાટ ઝડપે કાર કેબીનમાં ધસી આવતાં ત્યાં બેઠેલા લોકોમાં દોડધામ મચી ગઇ હતી. અકસ્માતમાં ચાની કેબીનમાં બેઠેલાં તિરૂપતિ સોસાયટીના કાળુભાઇ ઉર્ફે બચુભાઇ દુર્લભજીભાઇ વ્યાસ તેમજ પાનની દુકાને બેઠેલા ઇનામુલ્લાખાન રહેમતતુલ્લાખાન પઠાણ, જાહીદ ઉમરભાઇ અને પરસાણાનગરના ભાવિક હરેશભાઇને હોસ્પિટલમાં ખસેડાયા હતા. હેડ કોન્સ્ટેબલ રામશીભાઇ વરૂએ જણાવ્યું હતું કે, અકસ્માત સર્જનાર કારચાલક બેંકમાં નોકરી કરે છે અને સ્લમ ક્વાટર્સમાં રહે છે. દિવાળી પર કાર ખરીદી હોઇ કાર ડ્રાઇવિંગ શીખી રહ્યો હતો ત્યારે સ્ટિયરિંગ પરનો કાબૂ ગૂમાવતા અકસ્માત સર્જાયો હતો. પોલીસે કારચાલક બેંક કર્મચારીની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...