તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ‘સામુ કેમ જોવે છે’ કહી યુવક પર હુમલો

‘સામુ કેમ જોવે છે’ કહી યુવક પર હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુવાડવારોડ પર તાજ હોટેલ પાસે કારચાલક સાથે રિક્ષાચાલકે ઝઘડો કરી કારમાં તોડફોડ કરી હતી. રોહિદાસપરામાં રહેતો અશોક મંગાભાઇ ચૌહાણ શુક્રવારે રાત્રે કાર લઇને કુવાડવા રોડ પર તાજ હોટેલ પાસે ગેસ પુરાવવા ઊભો હતો ત્યારે ત્યાં ઊભેલા રિક્ષાચાલકે સામુ કેમ જોવે છે તેમ કહી ઝઘડો કરી અશોક ચૌહાણ પર ધોકાથી હુમલો કર્યો હતો અને કારમાં નુકસાન કર્યું હતું. ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠા થઇ જતાં હુમલાખોર નાસી ગયો હતો. પોલીસે રિક્ષા કબજે કરી હુમલાખોરની શોધખોળ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...