તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગોંડલ રોડ પર ચોરાઉ બાઇક સાથે એક જબ્બે

ગોંડલ રોડ પર ચોરાઉ બાઇક સાથે એક જબ્બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલરોડ પર રિધ્ધિ સિધ્ધિ સોસાયટીના નાલા પાસેથી ચોરાઉ બાઇક સાથે ગરાસિયા શખ્સને આજી ડેમ પોલીસે પકડી લીધો હતો. મળતી વિગત મુજબ આજી ડેમ પોલીસના ઈન્ચાર્જ પીઆઈ એચ.આર. કુવાડિયાની સુચનાથી ડી સ્ટાફના પીએસઆઇ સોલંકી, જયદીપસિંહ બોરાણા, શૈલેષભાઈ ભીચડિયા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે મહિપાલસિંહ અને કનકસિંહને મળેલી સચોટ બાતમીના આધારે કોઠારિયા હુડકો ક્વાટર્સ નં. એ. 167માં રહેતો રાજદીપસીંહ ઉર્ફે આર્યરાજસિંહ હકુભા જાડેજા (ઉ.વ.22)ને ચોરાઉ બાઇક સાથે ગોંડલ રોડ રિધ્ધિ સિધ્ધિ સોસાયટીના નાલા પાસેથી પોલીસે પકડી લીધો હતો. પકડાયેલા રાજદીસિંહ ઉર્ફે આર્યરાજસિંહ એલ્યુમિનિયમ સેક્શનની બારી બનાવવાાનું કામ કરે છે. બનાવની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...