તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બકાલીને સ્માર્ટફોનથી પેમેન્ટ કરી શકાશે

બકાલીને સ્માર્ટફોનથી પેમેન્ટ કરી શકાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્રાહક તેમની પાસે સ્માર્ટફોનમાં રહેલી પોતાના બેંકની એપ્લિકેશન મારફતે કેશલેસ ચૂકવણું કરી શકશે

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

નોટબંધીસર્જાયેલી હાલતમાં લોકો કેશલેસ પેમેન્ટ તરફ વધુ વળ્યા અને હવે ટેકનોલોજી ફેરિયા, બકાલી જેવા નાના ધંધાર્થીઓ સુધી લઇ જવા માટેની કવાયત સરકારે શરૂ કરી છે. રાજકોટમાં મહાપાલિકાના માધ્યમથી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વિવિધ બેંક સાથે મળીને નાના ધંધાર્થીઓને ક્યુ-આર કાર્ડ આપીને એમ-વિઝા મારફતે લોકો 1 રૂપિયાથી માંડી ગમે તેટલી રકમનું પેમેન્ટ કેશલેસ પધ્ધતિથી કરી શકાશે. તેનો સૌપ્રથમ પ્રયોગ જ્યુબિલી શાકમાર્કેટ ખાતેથી કરવામાં આવી હતી. મનપા અને એક્સિઝ બેંકના સયુંક્ત ઉપક્રમે મનપાની જ્યુબિલી માર્કેટની અંદર બે દિવસનો કેમ્પ રાખવામાં આવ્યો છે. જ્યાં સ્થળ પર બકાલીઓને જનધન ખાતા ખોલાવીને ક્યું-આર કાર્ડ તેમજ એમ-વિઝા સાથે જોડાણ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. પ્રથમ તબક્કે શાકમાર્કેટમાં પ્રયોગ કરવામાં આવશે. તેમા સફળતા મળ્યા બાદ તમામ બેંકોને સાથે રાખીને શહેરની તમામ શાકમાર્કેટ અને હોકર્સ ઝોનના ધંધાર્થીઓને કેશલેસ વ્યવહાર સાથે જોડવાનું આયોજન મહાપાલિકાનું છે.

રીતે શાકભાજીનું પેમેન્ટ કરી શકાશે

1 બકાલી સહિતના ધંધાર્થીઓના જનધન બેંક એકાઉન્ટ ખોલાવાશે

2 બેંક ખાતા સાથે તેમના ફોન નંબર, ધંધાનું સ્થળ, રહેણાંક સરનામું સહિતની વિગત સામેલ થાય તેવો ક્યુ.આર કોર્ડ જનરેટ કરાશે જે સેન્સર ટેકનોલોજી સાથે એમ-વીઝા કનેકટીવીટી અપાશે.

3 કોઇ ગ્રાહક ધંધાર્થી પાસે શાકભાજી સહિતની વસ્તુ ખરીદવા જાય તેમની પાસે સ્માર્ટફોન અને પોતાના બેંકની એપ્લિકેશન હોવી જરૂરી છે.

4 ગ્રાહક એપ્લિકેશન ખોલશે એટલે તેમાં પે ટુ નામની એક લિંક હશે તે લિંકમાં એન્ટર થવાથી પેમેન્ટના જુદા-જુદા ઓપ્શન ખૂલશે.

5 વિવિધ ઓપ્શન પૈકી પે વીથ એમ વીઝા નામના ઓપ્શનમાં જતા ગ્રાહકના સ્માર્ટ ફોનમાં કેમેરા ઓપ્શન સાથે સ્કેન વીન્ડો ખૂલશે. ત્યારબાદ ગ્રાહકે સ્માર્ટ ફોનની સ્ક્રીન બકાલીને અપાયેલા ક્યુ-આર કોર્ડ પર મુકવાની રહેશે.

6 ગ્રાહકના સ્માર્ટ ફનમાં બકાલીની તમામ વિગત આવી જશે તે ચકાસ્યા બાદ ગ્રાહકે પોતાના બેંક ખાતા નંબર તેમજ પેમેન્ટની રકમ નાંખીને ઓકે દબાવવાનું રહેશે. સાથે પેમેન્ટ ધંધાર્થીના ખાતામાં જમા થઇ જશે અને ગ્રાહકના ખાતામાંથી રકમ કપાત થઇ જશે. બન્નેને સમયે મોબાઇલ પર મેસેજ પણ આવી જશે.

આવું હશે વીઝા કાર્ડ.

શાકભાજીના નહીં તમામ નાના ધંધાર્થીઓ રોજીરોટી માટે ટેકનોલોજી અપનાવે

^શહેરનાત્રણેય ઝોનમાં મનપાના 100થી વધુ હોકર્સ ઝોન છે. તેમાં શાકભાજીના ધંધાર્થીઓ ઉપરાંત ખાણીપીણીના નાના ધંધાર્થીઓ પણ રોજીરોટી કમાય છે. હાલ તો ટૂંકાગાળા માટે છૂટ્ટા પૈસાની માથાકૂટ રહેવાની છે પરંતુ કાયમીપણે પૈસાની લેણદેણમાં કેશલેસની સુવિધા ધંધાર્થીઓ માટે વધુ ફાયદાકારક છે. મનપાએ જેમને ફેરિયા લાયસન્સ આપ્યા છે. સહિતના તમામ નાના ધંધાર્થીઓ માટે આગામી દિવસોમાં તમામ બેંક સાથે મળીને ક્યુ-આર કોર્ડ અને એક-વીઝા સાથે જોડવા મોટાપાયે પ્રયાસ થવાના હોય તમામ ધંધાર્થીઓ ટેકનોલોજી અપનાવે એવો અનુરોધ છે.> બંછાનીધિપાની,મ્યુનિ. કમિશનર

રાજકોટ મનપા વિવિધ બેંક સાથે મળીને હોકર્સ ઝોનના લાભાર્થીઓને ક્યુ-આર કાર્ડ આપશે

અન્ય સમાચારો પણ છે...