હવે જગતના તાત કઠોળના વાવેતર તરફ વળ્યા
કપાસનાભાવ નહીં મળવાના કારણે તથા કઠોળના ભાવમાં ચાલુ વર્ષ ઉછાળો આવતા ખેડૂતો કઠોળના વાવેતર તરફ વળ્યા છે. અત્યાર સુધીમાં ખરીફ વાવેતરના આંકડા મુજબ કઠોળના વાવેતરમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે. ગુજરાત સહિત કઠોળના મુખ્ય ઉત્પાદક રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં તુવેર, સોયાબીન, મગ અને અડદના વાવેતરમાં જોરદાર ઉછાળો આવ્યો છે.
દેશમાં સામાન્ય કરતા 25 ટકા વધુ વરસાદ પડવાથી સરેરાશ ટોચના કઠોળના વાવેતરમાં જોરદાર વધારો નોંધાયો છે. તુવેરના મુખ્ય ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રમાં ગત વર્ષે 4711 હેક્ટરમાં વાવેતરની તુલનાએ વર્ષે 42,721 હેક્ટરમાં વાવેતર થયું છે, જ્યારે કર્ણાટકમાં 70 હજાર હેક્ટરમાં વાવેતર થયું છે. જે ગત વર્ષે 40 હજાર હેક્ટરમાં વાવેતર થયું હતું, જ્યારે ગુજરાતમાં ગત વર્ષે 8600 હેક્ટરના વાવેતરની તુલનાએ વર્ષે 47,700 હેક્ટરે વાવેતર પહોંચ્યું છે.
મગના વાવેતરમાં મહારાષ્ટ્રમાં ગત વર્ષે 1030 હેક્ટરમાં વાવેતર થયું હતું. જે વર્ષે 18,554 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. કર્ણાટકમાં વાવેતર 10 ગણું વધ્યું છે, જ્યારે ગુજરાતમાં ગત વર્ષે 1600 હેક્ટરની તુલનાએ વાવેતર વધીને 7,700 હેક્ટરે પહોંચ્યું છે. તેલંગાણામાં ગત વર્ષે 5 હજાર હેક્ટરની તુલનાએ વર્ષ વાવેતર 43,000 હેક્ટર થયું છે. અડદના વાવેતરમાં મહારાષ્ટ્રમાં ગત વર્ષે 650 હેક્ટરમાં વાવેતર થયું હતું, જ્યારે વર્ષે 9,066 હેક્ટરમાં વાવેતર થયું છે. ગુજરાતમાં 2,200 હેક્ટરની સામે 15,700 હેક્ટર વાવેતર થયું છે, અન્ય કઠોળના વાવેતરમાં ગત વર્ષે સમયે 100 હેક્ટર સામે અત્યારે 1,100 હેક્ટર સુધી વાવેતર પહોંચ્યું છે. કપાસના વધારે ભાવ મળવાને કારણે ખેડૂતો નિરાશ થયા છે ત્યારે હવે કઠોળના વાવેતરમાં જોરદાર વધારો નોંધાઇ તેવી શક્યતા છે.
વિકલ્પ
પાક ચાલુ વર્ષ ગત વર્ષ
તુવેર8,600 47,400
મગ 1,600 7,700
અડદ 2,200 15,700
મગફળી 4,18,600 8,79,000
તલ 4,900 24,100
સોયાબીન 2,000 40,800
દિવેલ 200 2,700
ગુવારસીડ 800 7,400
મકાઇ 1,100 1,07,500
પાકની વર્ષ મુજબ સરખામણી