તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આત્મીય સ્કૂલ દ્વારા આજે માતૃભાષા મહિમા કાર્યક્રમ

આત્મીય સ્કૂલ દ્વારા આજે માતૃભાષા મહિમા કાર્યક્રમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુનેસ્કોદ્વારા આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન માટે વર્ષે ગુણવત્તાયુક્ત શિક્ષણ, ભાષા, અભ્યાસનું માધ્યમ અને પરિણામ ધ્યેયસૂત્રને જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 27મીએ શનિવારે 4 થી 6 આત્મીય સ્કૂલ દ્વારા માતૃભાષા મહિમા કાર્યક્રમનું આયોજન કરાયું છે. જાણીતા સાહિત્યકાર અને લોકપ્રિય વક્તા કવિ તુષાર શુક્લના જાહેર વ્યાખ્યાન અને રાજકોટની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ માટે ભાષાકીય સ્પર્ધાઓ યોજાશે.

આત્મીય સ્કૂલ દ્વારા શનિવારે યોજાનારી સ્પર્ધામાં શહેરના કોઇપણ શાળાના વિવિધ વયજૂથના વિદ્યાર્થીઓ ભાગ લેશે. સિનિયર કેજી માટે રંગપૂરણી હરીફાઇ, ધો. 1 અને 2 માટે શબ્દલેખન, વાક્યલેખન, ત્રીજા અને ચોથા માટે ચિત્રવર્ણન હરીફાઇ, ધો. 5 અને 6 માટે વાર્તાલેખન, 7 - 8 માટે નિબંધ લેખન, 9-11 માટે કાવ્યપઠન સહિત વિભાગોનો સમાવેશ થાય છે. દરેક વિભાગમાં ક્રમ પ્રમાણે પુરસ્કાર અને પ્રમાણપત્ર અપાશે. કાર્યક્રમમાં વક્તા કવિ તુષાર શુકલનું જાહેર વ્યાખ્યાન યોજાશે. દરમિયાન ડો. જે એન શાહે જણાવ્યું હતું કે માતૃભાષામાં પ્રારંભિક શિષણ લેનાર વિદ્યાર્થીની બોૌધ્ધિક ક્ષમતા ખીલે છે. સાથે બાબતે વાલીઓમાં જાગૃતિ આવે તે જરૂરી છે. સમારોહમાં ત્યાગવલ્લભ સ્વામી આશીર્ચવન પાઠવશે.

કવિ તુષાર શુક્લ

સાહિત્યકાર કવિ તુષાર શુકલનું વ્યાખ્યાન

અન્ય સમાચારો પણ છે...